તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય મોત:દમણની પોલીકેબ કંપનીના બે કર્મીનું ભેદી સંજોગમાં મોત, બંનેને હાર્ટ અટેક આવ્યાનું સંચાલકનો દાવો

વાપી24 દિવસ પહેલા
 • કૉપી લિંક

દમણના કચીગામ દલવાડા સ્થિત પોલીકેબ કંપનીમાં નોકરી કરતા અનિલ પ્રસાદ અને રામ આસરે નામના બે કામદારોની તબિયત અચાનક રવિવારે લથડી હતી. એક કામદારને છાતીમાં દુખાવો થતા તેણે સ્થળ ઉપર દમ તોડી દીધો હતો. જ્યારે બીજાને છાતીમાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત થયું હતું.

એક જ દિવસે બે કામદારે જીવ ગુમાવતા પરિવારજનો અસમંજસમાં મૂકાયા હતા. જોકે તેઓ કંપનીમાં પહોંચી વળતરની પણ માગ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કંપની સંચાલક આર.કે.કુંન્દાની સાથે ફોન પર વાત કરતા તેમણે જણાવેલ કે, બંનેનું હાર્ટ અટેકથી મોત થયું છે. જે પીએમ રિપોર્ટ થકી તેમને જાણ થઇ હોવાનું જણાવે છે.જોકે એક જ દિવસે 2 કામદારોનાં એટેકથી મોતની ઘટનાને લઇ સામાન્યજનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો