તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો વળાંક:10 કરોડ ઉઘરાણામાં ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરોના રાજીનામા લઈ લેવાશે

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • VIA ટીમે પત્ર લખ્યા બાદ બંને ડિરેકટરોએ હજુ રિપ્લાય ન કર્યો

વાપી ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે 10 કરોડ ઉઘરાણી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વીઆઇએની ટીમ દ્વારા ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરોના રાજીનામા લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ આ મુદો વાપીના ઉદ્યોગકારોમાં ભારે ચર્ચામાં આવ્યો છે. હવે 7 સપ્ટેમ્બરે મળનારી બોર્ડ બેઠકમાં 10 કરોડ ઉઘરાણા પ્રકરણમાં શું નિર્ણય લેવાઇ છે તેના પર સૌની મીટ છે.

વાપી સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે ઉદ્યોગકારો પાસે 10 કરોડની ઉઘરાણીનો મુદો હવે શાંત થવાની જગ્યાએ ઉગ્ર બની રહ્યો છે. શનિવારે વીઆઇએ દ્વ ારા 10 કરોડ પ્રકરમણાં તપાસ કમિટિનો રિપોર્ટ આવે ત્યાં સુધી ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ,એસએસ સરનાનું રાજીનામુ લેવાનો નિર્ણય લેવાયો છે. હાલ ગ્રીન એન્વાયરોમાં તમામ નિર્ણયો વીસીએમડી લઇ રહ્યાં છે.જેથી આ રાજીનામાનો હાલ કોઇ મતલબ ન હોવાનું કહેવાય છે. બીજી તરફ ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરોના રાજીનામા લેવાનો વીઆઇએ પાસે કઇ સત્તા છે તે સવાલ ઉઠી રહ્યો છે. આ અંગે પુછતાં વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે વીઆઇએ ટીમે રાજીનામા લેવાનો નિર્ણય કર્યો છે. હજુ સુધી રિપ્લાય આવ્યો નથી. બંનેએ વીઆઇએની ટીમમાંથી ચૂંટાઇને ડિરેકટર બન્યાં છે. જેથી વીઆઇએની ટીમને આ હક છે.આમ બહુ ગાંજેલા 10 કરોડ ઉઘરાણી પ્રકરણનો મુદો 7 સપ્ટેમ્બરે બોર્ડ બેઠકમાં ચર્ચાશે.

વાપી ઉદ્યોગકારોએ બોધપાઠ લેવો જોઇએ
વાપી ગ્રીન એન્વાયરોના 10 કરોડ મામલે ઉદ્યોગપતિઓમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. ત્યારે ગ્રીન એન્વાયરોના માજી ડિરેકટર શરદ ઠાકરે જણાવ્યું હતું કે વીઆઇએ દ્વારા જે રાજીનામાનો નિર્ણય લીધો છે જેમાં ઘણી વિસંગતતા છે. બોર્ડ બેઠકમાં યોગ્ય નિર્ણય બાદ અમે અમારુ સ્પષ્ટ વલણ રજુ કરી યોગ્ય નિર્ણય લેવાઇ તે દિશામાં વિચારીશું. પરંતુ વાપીના ઉદ્યોગકારોએ આ પ્રકરણમાં ઘણો બોધપાઠ લેવાની જરૂર છે. સીઇટીપીની કાર્યશૈલીનું ઓડિટ તથા પરફોર્મન્સ રિવ્યૂ થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...