તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં બે ડિરેકટરોએ ચૂંટણી લડવાની ના પાડી

વાપી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપીથી દિલિપ દેસાઇ, પારડીથી દેવેન શાહને સમજાવવાના પ્રયાસ

સરદાર ભીલાડવાળા બેંકની 18 ડિરેકટરોની ચૂંટણી માટે ગુરૂવારે ભાજપના ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે,પરંતુ વાપીમાંથી દિલિપભાઇ દેસાઇ અને પારડીથી દેવેન શાહે ભાજપ પેનલમાંથી ચૂંટણી લડવાની ના પાડી દેતાં માહોલ ગરમાયો છે. બુધવારે આ બંને ડિરેકટરોને સમજાવાના પ્રયાસો કરાયા હતાં. સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.ની ચૂંટણી 14 માર્ચે યોજાવાની છે. ગુરૂવારે ભાજપના ઉમેદવારો પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માગદર્શનમાં ઉમેદવારીપત્ર ભરશે.

પરંતુ વાપી ટાઉન વિભાગના સિનિયર ડિરેકટર દિલિપભાઇ દેસાઇએ વધુ ઉમંરના કારણે તથા પારડી વિભાગમાંથી દેવેનભાઇ શાહે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. ભાજપના બંને સિનિયર ડિરેકટરો ભાજપની પેનલમાંથી ચૂંટણી લડે તે માટે બુધવારે ભાજપના નેતાઓને સમજાવાના પ્રયાસો કર્યા હતાં. આ અંગે પુછતાં પારડી વિભાગના દેવેન શાહે જણાવ્યુ હતું કે આ વખતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

જેથી આ ચૂંટણીમાં મારો કોઇ રોલ નથી. જયારે દિલિપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે પાર્ટીની સૂચના મુજબ નિર્ણય લેવાશે. બીજી તરફ ભાજપ પ્રેરિત ચૂંટણીની જવાબદારી પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને સોંપાઇ છે. જયારે સામાપક્ષે હેમંત દેસાઇ અને હેમંત ભગતની નેતૃત્વમાં ચૂંટણી લડાશે.

બેંકની ચૂંટણીમાં 249 ફોર્મ ગયા આજે ભરાશે
બેંકની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી નિકળ્યો છે. અત્યાર સુધીમાં 249 ફોર્મનો ઉપાડ ચૂંટણી લડવા માગતાં લોકો લઇ ગયાં છે. ગુરૂવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થશે. બંને પક્ષોએ ઉમેદવારીપત્ર ભરવાની તૈયારી કરી દીધી છે. ત્યારે બંને જુુથોમાં ઉમેદવાર કોણ હશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

મનાવાના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે
ભાજપ પ્રેરિત પેનલનાં આ બંને ડિરેકટરો સાથે બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. પાર્ટીએ ચૂંટણી લડવાની ઓફર આપી છે,એક ઉમેદવાર ફોર્મ પણ લઇ ગયા છે,હજુ પણ તેમને મનાવાના પ્રયાસો જારી છે. - હેમંત કંસારા,પ્રમુખ,વલસાડ જિલ્લા ભાજપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો