તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી કંચન નગર અને ખડકલા વિસ્તારથી બે બાઇકની ચોરી થતા માલિકોએ આ અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાપીના કંચનનગર સ્થિત નઝમાની ચાલીની બાજુમાં રહેતા રિયાઝ ઇમ્તીયાઝ શેખ 25 નવેમ્બરની રાત્રી પોતાની અપાચી બાઇક નં.જીજે-15-બીજે-4684 ચાલીની બાજુમાં પાર્ક કરી સુઇ ગયા હતા. સવારે તેની ચોરી થયા હોવાની જાણ થતા શોધખોળ બાદ પત્તો ન લાગતા શનિવારે ટાઉન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ખડકલા નામધા રોડ ખાતે જયેશભાઇની વાડીની સામે રહેતા ધર્મેશ શશીકાંત પટેલ 4 નવેમ્બરે પોતાની પલ્સર બાઇક નંબર જીજે-15-ડીઇ-3488 ઘરે પાર્ક કરી સુઇ ગયા હતા. સવારે બાઇક સ્થળ પર ન દેખાતા શોધખોળ બાદ પણ પત્તો ન લાગતા અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવાઇ હતી. શિયાળની ઋતુ ચાલુ થતાં જ બાઇક ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. વારંવાર બાઇક ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી રહી છે. આ ટોળકીને પોલીસ ઝડપી પાડે તે જરૂરી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.