તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી ચારરસ્તા નજીક મોડી રાત્રે એટીએમ કેબિનમાં પ્રવેશી સીસીટીવી તોડીને મશીનમાં તોડફોડ કરી રૂપિયા કાઢવાના પ્રયાસમાં અંદર લગાવેલ સાયરન અચાનક જોરથી વાગતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેમાં એલસીબીએ બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી સેલવાસ રોડ સ્થિત આઇડીએફસી ફર્સ્ટ બેંક બહાર એક એટીએમ મશીનમાં શુક્રવારે 1.12 કરોડ રૂપિયા લોડિંગ કરાયો હતો. રવિવારે રાત્રે બે ઇસમો એટીએમ કેબિનમાં પ્રવેશી પહેલા સીસીટીવી કેમરાને તોડી દીધા બાદ મશીનને સ્ક્રૂથી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
મોડી રાત્રે 12થી 4 વચ્ચે મશીનમાંથી રૂપિયા કાઢવા તેમણે અનેક પ્રયાસો કર્યો હતા. જોકે તેમાં નિષ્ફળ જતા અને અંદર લગાવેલ સાયરન અચાનક જોરથી વાગતા તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેની ફરિયાદ મેનેજરે ટાઉન પોલીસ મથકમાં કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસની ગંભીરતા લઇ એલસીબીની ટીમ મંગળવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઇમરાનનગર નજીક ગરીબ નવાઝ મસ્જિદ સામે ખુલ્લી જગ્યામાં કોર્ડન કરી બે શકમંદ ઇસમોને પકડી પાડી પૂછપરછ કરતા તેમણે એટીએમ તોડવાની કબૂલાત કરી હતી.
આરોપી સન્ની દેવલ ઉર્ફે સાજન કુશવાહા ઉ.વ.22 રહે.વાપી કોળીવાડ મંગેશભાઇની ચાલ મુળ યુપી ના ખિસ્સામાંથી 2 મોબાઇલ અને વાંકુવળી ગયેલું ડીસમીસ તેમજ આરોપી મકસુદ આલમ મહેબુબ સીદ્દીકી ઉ.વ.26 રહે.ગીતાનગર રઝા મસ્જીત મરીયમ ચાલની ગલીમાં પાસેથી એક ફોન મળી કુલ રૂ.6000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંનેએ જણાવેલ કે, ત્રણ દિવસ પહેલા રાતના બાર વાગ્યા પછી તેઓ રૂપિયા કાઢવાના ઇરાદે સીસીટીવી તોડી નાંખી ડીસમીસથી એટીએમ મશીન તોડી રહ્યા હતા. જેમાં ડીસમીસ ફસાઇ જતા તે કાઢતી વખતે જોરથી સાયરન વાગતા ગભરાઇને તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.