વાપી જીઆઇડીસી વિસ્તારમાં થોડા સમયથી રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થનારી ગેંગ સક્રિય થઇ હતી. જેને લઇ પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને જીઆઇડીસી પીઆઇ વી.જી.ભરવાડના માર્ગદર્શન હેઠળ અહેકો નરેન્દ્રસિંહ બળવંતસિંહ, આપોકો હારીશ કમરૂલ ખાન, પોકો ઇન્દ્રજીતસિંહ માધુભા, અલોર કુલદીપસિંહ વજેસંગભાઇ અને અલોર દિપક હરિભાઇ નાઓ શુક્રવારે જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
ત્યારે મળેલી બાતમીના આધારે રેમન્ડ સર્કલ પાસે રોડ ઉપર બાતમી વાળી બે એક્સેસ મોપેડ આવતા જોઇ બંને ચાલકોને અટકાવી મોપેડના કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જ્યારે અંગઝડતી કરતા તેઓ પાસેથી 6 મોબાઇલ મળી આવતા બીલો બાબતે પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, 8 ડિસેમ્બરે સવારે કચ્છી માર્કેટ સ સામેથી એક રાહદારીના હાથમાંથી વન પ્લસ 9આર ફોન ઝૂંટવી તેઓ ફરાર થઇ ગયા હતા. હાલ આરોપી હર્ષ પંકજ ઝા રહે. દાભેલ રમણભાઇની ચાલ અને રોહિત છેદીલાલ નિર્મલ રહે. જીતુભાઇની ચાલ દાભેલ-દમણ પાસેથી બે મોપેડ કિં.રૂ.80,000 અને 6 મોબાઇળ કિં.રૂ.66,000 મળી કુલ રૂ.1,46,000નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.