ક્રાઈમ:છીરીનો બર્થડે બોય સહિત 12 લોકો પોલીસ પકડથી દૂર, દારૂની મહેફિલ માણતા 8 ઝડપાયા હતા

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંડોર ગામે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 8 લોકો ઝડપાયા હતા. જ્યારે પોલીસને જોઇ બર્થડે બોય સહિત 11 લોકો ફરાર થતા વાડી માલિક સહિત 12ને વોન્ટેડ જાહેર કરાયો હતો. જોકે ત્રીજા દિવસે પણ ફરાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. વાપી છીરીમાં રહેતો અંકિત છોટુભાઇ પટેલે શનિવારે બર્થડે હોવાથી પંડોર ગામે બેજાફળિયામાં મિલન પટેલની વાડીમાં દારૂની પાર્ટી આપી હતી.

જેની બાતમી મળતા ડુંગરા પોલીસે ત્યાં દરોડા પાડતા 8 લોકો ઝડપાઇ ગયા હતા. જ્યારે બર્થડે બોય સહિત અન્ય 11 લોકો પોલીસને જોઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસે વાડી માલિક સહિત 12ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે ભાગેલા 11 લોકો સહિત વાડી માલિક હાલ પણ પોલીસ પકડથી દૂર છે. ડુંગરા પોલીસ શનિવારે રાત્રે વોટ્સએપ લોકેશનના આધારે પંડોર ખાતે મિલનની વાડીમાં પહોંચી હતી. અને દરોડા જોઇ 11 લોકો અંધારામાં ફરાર થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...