કરમબેલામાં રહેતા હર્ષભાઇ પટેલે 10મે ના રોજ ભીલાડ઼ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, વલવાડા પાસે પેસેંજરની રાહ જોતી વખતે રિક્ષા પાછળ કેટલાક રાહદારી ઉભા હતા અને આગળ એક વેગેનઆર કારમાં ચાલક બેસેલો હતો. તે દરમિયાન ટ્રકનો ચાલક નશાની હાલતમાં પૂરઝડપે હંકારી રિક્ષા-કાર અને રાહદારીઓને અડફેટમાં લેતા એક પુરૂષ અને એક મહિલાનું મોત થયું હતું.
તેમજ આગળ ઉભી કાર અને રિક્ષાને ટક્કર મારી દૂર સુધી ઘસડી લઇ ગયો હતો. પોલીસ આરોપી ચાલક અજયકુમાર યાદવ રહે.મા ટ્રાન્સપોર્ટ ચલથાણ સુરતને પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદીએ આરોપી અજયની જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર અરજી નામંજૂર કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.