વાપી મોરાઇની વેલસ્પન કંપનીમાં નોકરી કરતા બે કર્મીઓ નાસ્તા કરવા માટે રોડની સાઇડમાં ઉભા હતા. તે સમયે વટાર તરફથી આવી રહેલા ટ્રકના ચાલકે બંનેને ટક્કર મારતા સારવાર માટે તેઓ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાપીના સલવાવ ખાતે રહેતા અને મોરાઇ વેલસ્પન કંપનીમાં સ્ટોર વિભાગમાં નોકરી કરતા અજયરામકુમાર યાદવ ઉ.વ.43 શુક્રવારે ઘરે હાજર હતા. તે સમયે સુપરવાઇઝરે ફોન પર જણાવેલ કે, ગાડીમાંથી ખાલી કરવા કંપની ઉપર આવી જાઓ.
જેથી અજયે સાથે કામ કરતા દિપક શહાદત દેવનાથ રહે.બલીઠા ને ફોન કરી સાથે જવાનું છે કહી બંને મોરાઇગામ પહોંચ્યા હતા. કંપની સામે દુકાન ઉપર નાશ્તો કરવા માટે બંને રોડની સાઇડમાં ઉભા હતા. તે સમયે વટાર તરફથી એક ટ્રકચાલક ગાડી પૂરઝડપે હંકારી લાવી બંનેને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. બંને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.