તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી પહેલ:મોટાપોંઢામાં કોરોનાથી મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલિ આપી

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જય જલારામ યુવક મંડળ ટ્રસ્ટ હંમેશા નવું સામાજીક કામ કરે છે

મોટાપોંઢાના જય જલારામ યુવક મંડળ દ્વારા સમાજ ઉપયોગી વિવિધ પ્રકારના કામો કરી પ્રોગ્રામ કરી લોકોને જાગ્રત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જલારામ મંદિર સાથે જોડાયેલા મોટાપોંઢાના યુવાનો બ્લડ ડોનેશન કેમ્પ અકસ્માત સમયે સામે આવી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટેના તમામ પ્રયાસ તેમજ મંદિર પર વિવિધ ક્રાયક્રમ કરી લોકોને સારો મેસેજ પહોંચાડે છે.

હાલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ દરમિયાન સમગ્ર ગામમા કોરોનાના વાયરસના પ્રસરે એ હેતુથી સમગ્ર વિસ્તારના સેનિટાઇઝનો છંટકાવ કરી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. કોરોના કાળમાં લોકો સુધી રાશન કીટનું વિતરણ કરી જરૂરતમંદ લોકોને મદદરૂપ બન્યા હતા સોમવારે ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા તેમજ અષાઢીબીજના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન કોરોનામાં સ્વર્ગવાસ પામેલા લોકોની આત્માની શાંતિ માટે જલારામ મંદિરે શાંતિ યંજ્ઞ અને સ્વર્ગસ્થ લોકોને શ્રંદ્ધાજલી અર્પણ કરવામા આવી હતી. કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ગામના આગેવાનો,રાજકીય નેતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.

હવે યુવાનો દ્વારા મોક્ષરથનો પ્રોજેકટ પૂર્ણ કરાશે
મોટાપોંઢા ગામના અને આસપાસના ગામના લોકો માટે એક મોટી જાહેરાત પણ જલારામ મંડળ કરી હતી. જેમાં મોક્ષરથ બનાવવા માટેનું આયોજન પણ કરાયું છે . આ માટે 1.51 લાખ મગનભાઇ સરદારમલ ડાકલે વાપી, 51 હજાર કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા જાહેરાત કરાઇ હતી. કેટલાક લોકોએ ગુપ્ત દાન કર્યુ હતું. મંડળે આઇસર ટેમ્પો વસાવી લીધો છે અને આની સેવા ગામજનો અને આજુબાજુના લોકો લઇ શકશે.જિ. પં. સદસ્ય કેતનભાઇ પટેલ ,માજી જિ.પં. સદસ્ય રતનબેન પટેલ તથા ઘણા આગેવાનો ઉપસ્થિત રહી મદદરૂપ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...