તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પ્રથમ વરસાદે ખડકી હાઇવે પર ખાડાઓથી ટ્રાફિકજામ, વાહનોની લાંબી કતાર

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ રોડ પર મરામત કામગીરી ન થાય તો ભરચોમાસામાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે

પારડી નજીક ખડકી ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે, પરંતુ પ્રથમ વરસાદમાં ખડકી સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે. એક ટ્રક ખોટકાતાં શુક્રવારે અમદાવાદ-મુંબઇ ટ્રેક પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અહી હાઇવેની મરામત કામગીરી કરવામાં નહિ આવે તો ચોમાસામાં હજારો વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે. આઇઆરબી આ પ્રશ્નને ગંભીરતા લે તે જરૂરી છે. વલસાડ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નેશનલ હાઇવે પર અમુક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે.

ખાસ કરીને પારડી ખડકી હાઇવે પર ઓવરબ્રિજ બની રહ્યો છે. જેના કારણે વાહનો બંને તરફ સર્વિસ રોડ પરથી ચાલી રહ્યાં છેે. વરસાદના કારણે સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયાં છે. મોટા વાહનોના કારણે બે દિવસમાં હાઇવે પરથી વાહન ચાલકોએ પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. શુક્રવારે સવારે અમદાવાદથી મુંબઇ તરફના ટ્રેક પર એક ટ્રક બંધ પડી જતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. સર્વિસ રોડ પર મરામત્તની તાતી જરૂરિયાત છે.

વાપીથી વલસાડ સુધીના હાઇવે પર ચોમાસા પહેલા જે કામગીરી કરવાની જરૂર હતી તે દેખાતી નથી. પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજની કામગીરીના કારણે ખડકી હાઇવે પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે આઇઆરબી ખાસ પગલા ભરે તે જરૂરી છે. નહિતર ચોમાસામાં નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો પણ ભોગ બની શકે તેમ છે. જિલ્લા કલેક્ટર આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીને તાકીદ કરે તેવી માગ વાહનચાલકોમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...