વિકટ પ્રશ્ર:બલીઠાથી બગવાડા સુધી વાહનોની લાંબી કતારથી ટ્રાફિક જામ

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને હાલાકી પડે છે

વાપી નજીક બલીઠા હાઇવેથી મોરાઇ, બગવાડા સુધી બ્રિજની કામગીરીના કારણે વારં-વાર ટ્રાફિક જામનો પ્રશ્ર ઉદભવી રહ્યો છે. ગુરૂવારે પણ બલીઠાથી મોરાઇ સુધી 3 કિ.મી. સુધી લાંબી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. જેના કારણે મુંબઇ-અમદાવાદ ને.હા. 48ના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. વાર-વાર ટ્રાફિક જામથી વાહન ચાલકો અકળાઇ રહ્યાં છે.

વાપીના બલીઠા અને મોરાઇ પાસે છેલ્લા થોડા સમયથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે. બ્રિજની કામગીરીના કારણે બલીઠાથી બગવાડા ટોલનાકા સુધી વાહન ચાલકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. વાર-વાર ટ્રાફિક જામના કારણે સ્થાનિક વાહન ચાલકોમાં રોષ ભભુકી રહ્યો છે.ગુરૂવારે સવારે પણ બલીઠાથી મોરાઇ હાઇવે સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અસંખ્ય વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાયા હતાં.

હાઇવે ઓથોરિટી અને વાપી પોલીસ દ્વારા આ વિકટ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ જલ્દીથી લાવે એવી વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે. બલીઠા, મોરાઇ અને બગવાડા બ્રિજ પાસે થઇ રહેલા ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક પોલીસ વધુ હાજર રહે તે જરૂરી છે. હાઇવે પર વાર વાર ટ્રાફિક જામનો પ્રશ્ર વિકટ બની રહ્યો છે.

સર્વિસ રોડ પર મોટા વાહનોનું આડેધઢ પાર્કિંગ
વાપી હાઇવેના સર્વિસ રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરવામાં આવતા વાહનોનું દૂષણ દૂર તાતી જરૂરિયાત છે. આખો દિવસ ભારેભરખમ વાહનો રોડની બન્ને તરફ ગેર કાયદે પાર્ક કરી ગાડી ચાલકો ચાલી જાય છે. માર્ગ ઉપરના દબાણો દૂર થઈ શકે અને ટ્રાફિક જામની સમસ્યામાં રાહત અનુભવી શકાય તથા જીવલેણ અકસ્માત થતા અટકી શકે એવા પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...