કાર્યવાહી:સેલવાસ નરોલીના માહી ઓનલાઇન કેરમાંથી રેલવે ટિકિટના કાળા બજાર કરતો ટાઉટ ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી આરપીએફની ટીમે 80 રેલવેની ઇ-ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે લીધો

વાપી આરપીએફની ટીમે રવિવારે મળેલી બાતમીના આધારે સેલવાસના નરોલી સ્થિત એક ઓફિસમાં રેઇડ કરીને ટિકિટના કાળાબજારી કરતો ટાઉટને ઝડપી લીધો હતો. પોલીસે ટાઉટ પાસેથી 80 જેટલી ઇ ટિકિટ કબજે લઇ કાર્યવાહી કરી હતી.

હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી લોકો પોતાના વતનમાં જવા માટે રેલવેનું રીઝર્વેશન કરાવતા હોય છે. જોકે, કેટલાક દલાલો ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું કમિશન લઇને બોગસ આઇડીથી ઇ ટિકિટ કાઢી આપતા હોય છે. વાપી આરપીએફના પીઆઇ એસ.જી. સિસોદિયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સેલવાસના નરોલી સ્થિત શીતલબાર નજીક આવેલી માહી ઓનલાઇન કેર શોપમાં રેઇડ કરીને ઇ ટિકિટના કાળા બજાર કરતા એક ટાઉટને ઝડપી લીધો હતો.

અનિકાન્ત કુમાર ઉદયપ્રસાદ ડાંગી રહે. રૂમ નંબર 05, મહેન્દ્રભાઇની ચાલી, કાકડ ફળિયા નરોલી - સેલવાસ વાપી આરપીએફની ટીમે 74, 987 રૂપિયાની 80 નંગ રેલવેની ઇ ટિકિટ, કમ્પ્યુટર એક મોબાઇલ અને અન્ય સામગ્રી કબજે લીધી હતી. આરોપી ટિકિટ દલાલ 25થી વધુ બોગસ આઇડીથી પેસેન્જરને મોટું કમિશન લઇને રેલવે ટિકિટ કાઢી આપતો હતો. આરપીએફની ટીમે ટાઉટ અનિકાન્ત કુમાર ઉદયપ્રસાદ ડાંગીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...