તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક બોજો:IND GJ-15 DD-03-01 DN-09 પાસિંગની 5 હજાર કારો માટે ટોલનાકે ફાસ્ટેગ ફરજિયાત

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક કારો અન્ય શહેરમાં જતાં ફાસ્ટેગ લેવાની ફરજ પડતાં નિયમનું પાલન કરવું પડશે, કાર ચાલકોની મુશ્કેલી વધી

કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે વાપીના બગવાડા ટોલનાકા પર બહારના વાહન ચાલકો માટે ફાસ્ટેગ ફરજિયાત છે. ખાસ કરીને જી.જે.15, ડીડી અને ડીએન પાર્સિંગની કારોએ ફાસ્ટેગ ફરજિયાત થતાં ટોલ ટેકસ ઓટોમેટિક કપાઇ જશે. અંદાજે સ્થાનિક 5 હજાર કારો અહીથી પસાર થાય છે. આ કારો અન્ય શહેરના ટોલનાકા પર પસાર થવાની હોવાથી ફાસ્ટેગ લેવાની ફરજ પડશે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર 690(ઈ) પરથી સ્પષ્ટ જણાવે છે કે વાહનચાલકો માટે ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે. ટોલનાકા પરથી પસાર થનાર વાહનચાલકોએ પૈસા ચૂકવવા પડશે. ત્યારે વાપીના બગવાડા ટોલનાકા પર 1 જાન્યુઆરીથી વાહનોમાં ફાસ્ટેગ હોવું ફરજિયાત બનશે.જેની સીધી અસર સ્થાનિક વાહન ચાલકો પર પડશે. કારણ કે બગવાડા ટોલનાકા પર જી.જે.15,ડીડી અને ડીએન પાસિંગની 5 હજાર કારો રોજની અવર-જવર કરે છે. અત્યાર સુધી સ્થાનિક કાર ચાલકોએ ટોલટેકસ ચુકવવો પડતો ન હતો.

પરંતુ હવે ફાસ્ટેગ ફરજિયાત થઇ જતાં સ્થાનિક કાર ચાલકોનો ટોલ ટેકસ આપોઆપ કપાઇ જશે. સ્થાનિક કારો અન્ય નવસારી કે સ્થળે જતી વખતે ફાસ્ટેગ લેવું પડશે. જેથી સ્થાનિક કાર ચાલકોનો ટોલટેકસ ફાસ્ટેગના કારણે બગવાડા ટોલ નાકા પર પસાર થતી વખતે ટોલ ટેકસ કપાઇ જશે. ફાસ્ટેગ ફરજિયાત કરાતા ડેઇલી અપડાઉન કરનારા કાર માલિકોની મુશ્કેલી વધી જશે.

ટોલનાકાના બુથો પર ફાસ્ટેગની વ્યવસ્થા ગોઠવાઇ
વાપી નજીક બગવાડા ટોલનાકા પર 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવાથી બુથો પર વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે. જો કે ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસે ડબલ નાણા લેવાશે એવું જાણવા મળી રહ્યુ છે, શરૂઆતના તબક્કે કેશ માટે પણ બંને છેડે એક-એક ટ્રેક રાખવામાં આવશે. જો કે 1 જાન્યુઆરથી આ નિયમ લઇને વાહન ચાલકો શું અભિપ્રાય આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ બારકોડ મેળવી શકાશે
1લી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થઇ રહ્યું છે. ત્યારે વાહનચાલકો સ્થાનિક ટોલનાકા પરથી વાહનોના ફાસ્ટેગ કઢાવી શકે છે. એના માટે ચાલકોએ ઓરિજિનલ પાનકાર્ડ, આધાર કાર્ડ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે 8થી 10 મિનિટમાં ફાસ્ટેગ સુવિધા મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો