જાહેરાત:આજે વાપી પાલિકામાં રિબેટ માટે અંતિમ દિવસ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની જાહેરાત મુજબ 20 ટકા રાહત

વાપી પાલિકા દ્વારા રાજય સરકારની જાહેરાત મુજબ હાલ વાણિજય મિલકત ધારકોને 20 ટકા માફી આપવામાં આવી રહી છે. આ યોજનાની અંતિમ મુદ્ત 31 ઓગષ્ટ 2020 છે. પાલિકાએ વાણિજય મિલકતોના વેરામાં રિબેટ આપવામાં આવી રહી છે.પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ,ચીફ ઓફિસર દર્પણ ઓઝા તથા વેરા વસુલાત વિભાગની ટીમે આ વર્ષે અત્યાર સુધીમાં 68 ટકા વેરા વસુલાતમાં સફળતા મેળવી છે.

ચાલુ વર્ષના વાણિજય (કોર્મશિયલ) મિલકતના વેરામાં 31 ઓગષ્ટ સુધી 20 ટકા માફી અપાશે. સોમવારે આ રિબેટનો અંતિમ દિવસ છે. જેથી પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ વાણિજય મિલકત ધારકોને ઘર બેઠા પાલિકાની વેબસાઇટ પર ટેકસ ઓનલાઇન ભરી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...