તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:આજે જિલ્લામાં 12 હજાર સ્વાધ્યાય પરિવારો છોડો રોપશે

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના ઘરોમાં વૃક્ષારોપણ કરી અનોખી ઉજવણી

જિલ્લામા 12 હજાર કૃતિશીલ સ્વાધ્યાય પરિવાર દ્વારા પોતાના ઘરોમાં વૃક્ષારોપણ દ્રારા વૃક્ષપૂજન, ઇશપૂજન વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાગત પ્રમાણે સોમવારે યુવાદિન, વૃક્ષમંદિર અને માધવવંદ દિનની અનોખી રીતે ઉજવણી કરશે. 12 હજાર કૃતિશીલો બીજા 5 લોકોનાં ઘરે જઇ વૃક્ષનું મહત્વ સમજાવી પાંચ વૃક્ષનાં રોપાઓ આપી વૃક્ષારોપણ કરાવી વૃક્ષનું પૂજન કરાવી અનોખી રીતે ભકિતભાવથી ઉજવણી કરશે.

જેમાં જિલ્લાનાં હજારો સ્વાધ્યાય પરિવારનાં લોકોનાં ભકિતભાવ સાથે જોડાશે. સ્વાધ્યાય પરિવાર પૂ.પાડુરંગ આઠવલે પ્રેરિતનાં મોટાબેન જયશ્રી દીદીનો 12મી જુલાઇએ જન્મદિન નિમિત સ્વાધ્યાય પરિવાર વૃક્ષમંદિર અને માધવવૃંદદિનની ઉજવણી કરે છે. સ્વાધ્યાય પરિવારે 12મી જુલાઇએ પોતાના ઘરોમાં વૃક્ષારોપણ કરી તેનું જતન પણ તે પરિવારનાં લોકો કરશે. જલાઅભિષેક અને નારાયણોપનિષદનું વૈદિકમંત્રોનું પારાયણ કરાશે.

કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ
પર્યાવરણની જાળવણી માટે સૌથી વઘુ વૃક્ષો વાવવા જોઇએ માટે સૌથી વઘુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવી તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ એટલે માધવવૃંદદિન છે. સમગ્ર વલસાડ જિલ્લામાં અનોખી રીતે 12મી જુલાઇએ પ્રત્યેક સ્વાધ્યાય પરિવારો પોતાના ઘરોનાં પ્રાંગણમાં હજારોની સંખ્યામાં ભકિતભાવથી અનોખી ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...