પરંપરા:લોકોને એક તાંતણે બાંધવા વાપી દૈવજ્ઞ સમાજ 70 વર્ષથી ચાલતો સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વામન એકાદશીના દિવસે દેહ શુદ્ધિની પુજા ઉપરાંત બ્રમ્હ ભોજનનું પણ આયોજન

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા સમાજના લોકોને એતતાંણે બાંધવા છેલ્લા 7 દશક ઉપરાંતથી વામન જ્યંતીના પવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સમાજના જનોઈ ધરી બાળકો અને પુરુષો ભાગ લઇ વિધિવત્ જનોઈ બદલે છે. આ દિવસે સમાજ દ્વારા સમાજના તમામ બાંધવો માટે બ્રમ્હ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં લાડુંનો પ્રસાદ અવશ્ય હોય છે.ગુરૂવારે પરંપરાગત આ કાર્યક્રમ સમાજના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

કોરોનાકાળના 2 વર્ષના અવકાશ બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભગીની બંધુઓ જોડાયા હતા. વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આજથી 72 વર્ષ પહેલા સમૂહ જનોઈ વાદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો ,તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્થિત શ્રીસિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્યાં આ કાર્યક્ર્મ યોજાયા બાદ છેલ્લા 15 વર્ષ થી દૈવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્થિત પોતાના હોલમાં આકાર્યક્ર્મ યોજી પરંપરાને જાળવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...