દેવોની ભાષા:સંસ્કૃતને વેગવંતી બનાવવા પારડીના ઋષિકુમારો શાસ્ત્રીની પરીક્ષા આપશે

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 135માંથી 43 ઋષિકુમારો સોમનાથ યુનિર્વસિટીમાંથી ભાષા નિષ્ણાંતની સ્નાતક પદવી મેળવી પ્રચાર-પ્રસાર કરશે

ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઋષિકુમારોને સંસ્કૃતનું જ્ઞાન આપતી પારડી સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ માટે સોમનાથ યુર્નિવસિર્ટી સાથે કરાર થયો છે. જે અંતગર્ત પારડી પાઠશાળાના 43 ભુદેવોના પુત્રો સોમનાથ યુર્નિવસિર્ટી સંલગ્ન કોલેજમાં શાસ્ત્રી-1,2,3ની પરીક્ષા આપી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરશે. સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર માટે સ્વાધ્યાય મંડળ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

જિલ્લામાં સૌ પ્રથમ વખત પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વર્ષ 2013માં સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી હતી. સંસ્કૃતમાં નિ:શુલ્ક અભ્યાસ માટે સુરત,ભાવનગર,અમદવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા,પરંતુ હાલ પારડી સંસ્કૃત મહાવિદ્યાલયમાં હાલ 135 ઋષિકુમારો સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યાં છે. અહી ચોવીસ કલાક મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત ભાષાનું વાતાવરણ ગૂંજતું રહે છે. 135 પૈકી 43 ઋષિકુમારો હવે સોમનાથ યુર્નિવસિર્ટી સંલગ્ન કોલેજમાં શાસ્ત્રી 1,2,3ની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે અભ્યાસ પારડી સંસ્કૃત મહાવિદ્યાલયમાં રહીને પ્રાપ્ત કરશે.

દક્ષિણ ગુજરાતમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પારડી સંસ્કૃત વિદ્યાલયને સૌથી મોટી ગણવામાં આવે છે. અહી જાણીતા ભાગવત કથાકારો,સંસ્કૃતના વિદ્રાનો-આચાર્યો દ્વારા અવર-નવર ઋષિકુમારોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત નિયામક ભાવેશભાઇ જોષી,આચાર્ય પાર્થભાઇ ભટ્ટ અને અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઋષિકુમારો સંસ્કૃતની લગતી રાષ્ટ્રીય અને રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યાં છે.

ભાગવત કથાકાર, પ્રખર કર્મકાંડી, કોલેજના અધ્યાપક સુધી પહોંચે શકે છે ઋષિકુમારો
પારડી સંસ્કૃત પાઠશાળામાં 135 ઋષિકુમારો અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ઋષિકુમારો સંસ્કૃતનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ભાગવત કથાકાર,પ્રખર કર્મકાંડી,સંસ્કૃત વિષયના અધ્યાપક સહિતના પદ સુધી પહોંચવાની તક રહે છે. કેટલાક ઋષિકુમારોએ સફળતા પણ મેળવી છે. જેના કારણે દર વર્ષે ઋષિકુમારોની સંખ્યામાં સતત વધારો રહ્યો છે.

પ્રથમ વર્ષે 13 ઋષિકુમારો હતા હવે 135 પર પહોંચ્યા
ભારતીય સંસ્કૃતિના જતન અને વૈદકીય પરંપરાને જાળવી રાખવા સંસ્કૃત ભાષા મહત્વની છે. આ માટે 2013માં પારડીમાં શરૂ કરાયેલી પાઠશાળામાં પ્રથમ વર્ષે 13 ઋષિકુમારો હતા, આ વર્ષે 135 પર ઋષિકુમારોની સંખ્યા પહોંચી છે.દરેક વર્ષે પાઠશાળાનું પરિણામ 100 ટકા આવી રહ્યું છે. સંસ્કૃતના પ્રચાર માટેના કાર્યો નિ:શુલ્ક કરવામાં આવી રહ્યાં છે.> ભાવેશભાઇ જોષી, નિયામક, પારડી સંસ્કૃત મહાવિદ્યાલય

અન્ય સમાચારો પણ છે...