કાર્યક્રમ:આત્મનિર્ભર બનાવવા 50 મહિલાને કેરીના રસ પરિક્ષણની તાલીમ અપાઇ

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે તાલીમ કાર્યક્રમ‎ - Divya Bhaskar
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે તાલીમ કાર્યક્રમ‎
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા કેરીના મૂલ્યર્ધન અંગેના તાલીમ કાર્યક્રમ યોજાયો

આંબા એ આપણા વલસાડ જિલ્લાનો મહત્વનો પાક છે. જોકે, છેલ્લા બે ત્રણ વર્ષથી વિપરીત હવામાનને કારણે અન્ય પાકોની સાથે સાથે કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડી છે. જેને પરિણામે પોષણક્ષમ ભાવો ન મળતાં હોવાથી હવે ખેડૂતો કેરીના મૂલ્યવર્ધન તરફ વળ્યા છે. ખાસ કરીને આદીવાસી મહિલાઓએ આ દિશામાં આગવી પહેલ કરી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા કેરીના મૂલ્યર્ધન અંગેના તાલીમ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જેમાં તાલીમ પામેલ જુદાજુદા ગામની 50થી વધુ આદીવાસી મહિલાઓ દ્વારા કેરીના રસની પરિક્ષણની પ્રવૃત્તિ વ્યવસાયિક ધોરણે અપનાવી છે. તેઓ ઘર બેઠા આધુનિક તાંત્રિકતાઓનો ઉપયોગ કરીને રસનું બોટલીંગ કરીને, વેચીને આજીવિકા મેળવે છે.

નવી દિલ્હી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને ગુજરાત વિધાપીઠ અમદાવાદ સંચાલિત અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગ્રામિણ યુવકો અને યુવતીઓને કૌશલ્ય વર્ધક તાલીમના માધ્યમથી જીવન ધોરણ ઉંચુ લાવવા પર ખાસ ભાર મુકાય છે. કેન્દ્ર દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા ગામમાં જ રોજગારીની તકો ઊભી થાય અને મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે મહિલાઓને શાકભાજી નર્સરી, પેપરકપ, લીફડીશ, પગલુછણીયાની બનાવટ, સુશોભન આર્ટીકલ, ફળ અને શાકભાજીનું પરિરક્ષણ, મશરૂમ ઉત્પાદન, ન્યુટ્રીશનલ ગાર્ડન તથા વર્મી કંમ્પોસ્ટની તાલીમ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...