રજૂઆત:વાપીમાં સબ વેનું કામ ઝડપથી પૂર્ણ કરવા DRM સમક્ષ ધા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પદાધિકારીઓએ મુંબઇ ખાતે બેઠક યોજી

વાપી પાલિકાના પદાધિકારીઓની ટીમે બુધવારે પશ્રિમ રેલવેના ડીઆરએમ અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં વાપી પેડેસ્ટ્રીયન સબપ વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, વાપી પૂર્વમાં પેન્ડ એન્ડ યુઝ ટોયલેટ બનાવવા સહિતના મુદે રજૂઆત કરી હતી. આ મુદે ડીઆરએમ દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી.

વાપીના પડતર પ્રશ્નો ઉકેલવવા નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ, કારોબારી મિતેશ દેસાઇ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ટાઉન પ્લાનર કલ્પેશ શાહ દ્વારા ડીઆરએમ સત્યકુમાર વેસ્ટર્ન રેલવેના સિનિયર ડીવીઝનલ એન્જીનિયર (નોર્થ) આર.અરુણકુમાર સાથે બેઠક યોજી હતી. જેમાં પાલિકાના પદાધિકારીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વાપી પાલિકા વિસ્તારમાં એલ.સી.80 (જુના ફાટક) પાસે રાહદારીઓને પૂર્વ-પશ્રિમ રેલવે ક્રોસિંગ કરવા માટે પેડેસ્ટ્રીયન સબ વેની કામગીરી વતી ડીપોઝીટરી બેઝીઝ પર પશ્રિમ રેલવેના એન્જીનિયરીંગ ડિવિઝન દ્વારા ચાલી રહી છે. જે કામગીરી પ્રગતિ ઝડપી થાય અને ઝડપથી પેડેસ્ટ્રીયન સબ વે ની કામગીરી પૂર્ણ થાય તે જરૂરી છે.

ડીઆરએમ દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત વાપીના પૂર્વભાગે હાલે પેન્ડ એન્ડ યુઝ ટોયલેટ ન હોવાથી રેલવેમાં અવર-જવર કરતાં પ્રવાસીઓ તથા રીક્ષાવાળાઓને હાલે ઘણી અગવડતાં પડે છે. જે બાબતે પાલિકા પોતાના ખર્ચે અઘત્તન પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા તથા તેને મેઇન્ટેઇન કરવા રજૂઆત કરી હતી.

વાપી જૂના ફાટક પર સબ-વે પહેલા ફૂટ ઓવરબ્રિજ મંજૂર થયો હતો. જેના માટે નગરપાલિકાએ આશરે 1 કરોડ જેટલી રકમ રેલવે વિભાગમાં જમા કરાવી હતી. પરંતુ ટેક્નિકલ કારણથી રેલવેએ આ પ્રોજેક્ટ રદ કરી દીધો હતો. જે બાદ સબ-વે મંજૂર થયો છે.

અન્ય સમાચારો પણ છે...