તજવીજ:દારૂ પીવાની આદતથી કંટાળીને પત્ની પતિને છોડી જતી રહી હતી

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને સાળી પર ચપ્પુથી હુમલો કરનાર પતિ હજી ફરાર

વાપી ટાઉનમાં યુવકે પત્ની અને સાળી ઉપર છરાથી હુમલો કરતા બંને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પત્નીના જણાવ્યા મુજબ પતિ દારૂ પીને ઘરમાં મારઝૂડ કરતા કંટાળીને તે બહેનના ઘરે જતી રહી હતી. વાપી ટાઉન સ્થિત કુંભારવાડના અંબિકા પાર્કમાં રહેતો પરેશ લાખાભાઇ કટારિયા તેની પત્ની સીમાબેન ઉ.વ.27 અને એક સંતાન સાથે રહેતો હતો. અવારનવાર દારૂ પીધા બાદ ઘરે આવી પત્ની સાથે બોલાચાલી કરી મારઝૂડ કરવાના કારણે પતિથી કંટાળેલી સીમાબેન તેની નાની બહેન સોનાલીના ઘરે દમણના કચીગામ ખાતે રહેવા જતી રહી હતી.

બે મહિના બાદ શુક્રવારે સીમાબેન અને સોનાલી સ્કૂટીથી વાપી ટાઉન સ્થિત નહેરૂસ્ટ્રીટના જૈન દેરાસરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પતિ પરેશ પણ બાઇકથી ક્રોસ થયા બાદ સ્કૂટીનો પીછો કરી આગળ જઇને બંનેને અટકાવી તેઓ ઉપર ચપ્પુથી હુમલો કરી ફરાર થઇ ગયો હતો. બનાવ બાદ બંને ઇજાગ્રસ્ત સારવાર માટે જનસેવા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સીમાબેનને પેટ અને છાતીના ભાગે ઇજા થતા સોનાલીબેન સેમી ડિલક્સમાં દાખલ છે. પોલીસે આરોપી પતિની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

સાળા સાથે પણ ઝપાઝડી કરી હતી
ચપ્પુથી હુમલા બાદ ઇજાગ્રસ્ત સોનાલીબેન સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બનેવીના ટેવથી કંટાળી બહેન તેના ઘરે રહેવા આવી ગઇ હતી. જે બાદ નાનો ભાઇ પરેશભાઇને સમજાવવા માટે તેમના ઘરે ગયો હતો. જ્યાં તેણે ભાઇ સાથે પણ બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...