દુઃખદ:વાપી GIDCની 3 કંપનીમાં બનેલા બનાવમાં ત્રણ કામદાર મોતને ભેટ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વાપી જીઆઇડીસી સ્થિત ત્રણ કંપનીમાં બનેલા અલગ અલગ બનાવામાં ત્રણ કામદારના મોત થયા હતા. સામી દિવાળીએ કામદારના મોતને પગલે પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. વાપી જીઆઇડીસી સેકન્ડ ફેઝ સ્થિત સ્વાસ્કો ટ્રાન્સમિશન એન્ડ પેકેજિંગ કંપનીમાં કામ કરતા 35 વર્ષીય પાંડુરંગ જગન્નાથ સુર્વે રવિવારે રાત્રીએ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સાતથી આઠ ટનનો રબર રોલને બાંધેલો રસ્સો તૂટી જતા નીચે ઊભેલા પાંડુરંગ સાથે જોરદાર રીતે અથડાયો હતો. ધક્કો લાગતા પાંડુરંગનું માથું મશીનમાં અથડાતા ગંભીર ઇજાના કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું.

બીજા બનાવમાં સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાં આવેલી યેશો કેમિકલ કંપનીમાં કુન્દનપ્રસાદ અજયસિંગ અને બબલુપ્રસાદ અર્જુનસિંગ રવિવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કેમિકલનો પાઇપ નોઝલમાંથી ફિટ કરવા જતા પહેલા માળથી કેમિકલનું પાણી આવતું હોવાથી ગેસથી હાલત ગંભીર બની ગઇ હતી. કંપનીમાં જ બેભાન થઇને ઢળી પડ્યો હતો થોડા સમય પછી બબલુને ગંભીર હાલતમાં હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા જ્યા ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.

સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાં એક્સેલ પેપર ટયુબ અેન્ડ કોંજમાં પેપર ટયુબ ટ્રોલી પલટી જતા 22 વર્ષના રામાશિષ સૂર્યદેવ યાદવ રહે. સૂર્યા એપાર્ટમેન્ટ છીરીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...