ઉત્પાદન પર પ્રતિબંધ:દમણની કંપનીમાંથી પ્લાસ્ટિકનો ત્રણ ટન જથ્થો કબજે લેવાયો

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1લી જુલાઇથી ઉત્પાદન પર પ્રતિબંધ, CPCની કાર્યવાહી

1લી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરવા ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુક્યો છે. દમણ પ્રશાસને પણ આ મુદ્દે નોટિસ બહાર પાડીને આવો જથ્થો મળતા કે વેચાણકર્તા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા. જે અનુસંધાને રવિવારે દમણ સીપીસીબીની ટીમે દમણના ભીમપોર સ્થિત એક્વા પ્લાસ્ટિક કંપનીમાંથી પ્રતિબંધિત 3 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલના આદેશ અનુસાર સંઘપ્રદેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત જાહેરનામુંને લાગુ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના પોલ્યુશન કંટ્રોલ કમિટિના ચેરમેન અને મેમ્બર સેક્રેટરી ડો. તપસ્યા રાઘવના આદેશ મુજબ પીસીસીની ટીમે દમણના ભીમપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દે સ્પેશિયલ ડ્રાઇવ રાખીને પાંચાલ ઉદ્યોગ શ્રેત્રમાં આવેલી એક્વા પ્લાસ્ટ કંપનીમાંથી 3, 000 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...