નિરીક્ષણ:ટૂકવાડામાં ગોચરણની જમીનમાં વનીકરણથી ફોરેસ્ટે ઉગાડેલા હજારો વૃક્ષો કાપીને વેચી માર્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના માજી સરપંચે કલેકટરને ફરિયાદ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળ નિરીક્ષણ કર્યુ

પારડીના ટૂંકવાડાગામે અંદાજે 10 વર્ષ અગાઉ સામાજીક વનીકરણ વિભાગે 13 એકર જમીનમાં ઉછેરાલા હજારોની સંખ્યામાં વૃક્ષાને ગ્રામપંચાયતે કોઇપણ જાતની પરવાનગી વિના કાપીને વેચી નાંખતા ગામના ચાર માજી સરપંચે કલેકટરમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળ નિરીક્ષણ કરીને પંચનામું કરતા ગામમાં પર્યાવરણ પ્રેમીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા ગોચરણની જમીન અને વૃક્ષોને બચાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે. આ સંજોગમાં પારડી તાલુકાના ટૂંકવાડાગામના ગ્રામ પંચાયતે હજારો વૃક્ષોનું નિકંદન કરી નાંખતા ચર્ચાનો વિષય બન્યો છે. ગામના માજી સરપંચ યોગેશ ચંદુભાઇ પટેલ અને અન્ય ત્રણ માજી સરપંચે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી કે, 10 વર્ષ અગાઉ પારડી ગ્રામ પંચાયતના દફતરે ટૂંકવાડાગામની સરવે નંબર 841 સરકારી ગોચરણની અંદાજે 13 એકર જમીનમાં 10 વર્ષ અગાઉ સામાજીક વનીકરણ યોજના અતર્ગત 6400 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

10 વર્ષના લાંબાગાળામાં આ વૃક્ષો ઘટાદાર બની ગયા હતા. જોકે, ગત વર્ષે ટૂંકવાડા ગ્રામ પંચાયતે કોઇપણ જાતના ઠરાવ કે પરવાનગી વિના જ ગોચરણ જમીનમાં ઉછરીને મોટા થયેલા ઘટાદાર હજારો વૃક્ષ કાપીને બારોબાર જ વેચી નાંખ્યા હતા.\\nટૂંકવાડાના માજી સરપંચ યોગેશ પટેલની ફરિયાદના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળ નિરીક્ષણ કરીને પંચનામુ કર્યુ હતું જેમાં અંદાજે 1800 વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એક ઝાટકે જ હજારો વૃક્ષને કાપી નાંખવાની ઘટનાના પગલે ગામમાં પર્યાવરણ પ્રેમીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વૃક્ષ વેચાણના રૂપિયા કોણે લીધા
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છેકે, ગોચરણ જમીનના વૃક્ષો કાપીને જેસીબીથી જમીનને સમથળ કરીને ધાસચારો ન ઉગે એ રીતે બિન ઉપજાવ જમીન કરી દેવામાં આવી છે. સામાજીક વનીકરણમાં વાવેલા વૃક્ષોને કાપીને તેના વળતરની આવક કોના ખાતામાં જમા થઇ એ પણ હાલ ચર્ચાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...