મનુષ્ય ગૌરવ દિન:જિલ્લામાં હજારો સ્વાધ્યાયીઓએ ઘરે ઘરે ભાવફેરી-ભકિતફેરી કરી ગીતાનો સંદેશ આપ્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂ. પાંડુરંગ શાસ્ત્રીના જન્મ દિનની અનોખી ઉજવણી

વલસાડ જિલ્લામાં સ્વાધ્યાય પરિવારનાં પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેનો 19મી ઓકટોમ્બરે જન્મ દિને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે.જેમાં હજારોની સંખ્યામાં સ્વાધ્યાય પરિવારે જ્ઞાન,કર્મ અને ભકિત વિચારોનાં માધ્યમથી અનોખીરીતે પૂ.દાદાજીનો જન્મદિવસે લોકોનાં ઘરેઘેર જઇ ભાવફેરી અને ભકિતફેરી દ્વારા શ્રીમદ ભગવદગીતાનાં વિચારો લઇ જઇ અનોખીરીતે જન્મદિનની ઉજવણી કરી હતી.

જેમાં જિલ્લાનાં હજારો સ્વાધ્યાય પરિવાર જોડાયા હતાં.પૂ.દાદાજીએ ઋૃષિ રાહે ચાલી વેદ ઉપનિષદ અને ગીતાનાં વિચારોને જીવનમાં ઉતારી સ્વાધ્યાય દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈદિક વિચારધારાને લોકોનાં ઘરેઘરે લઇ જઇ જીવન જીવતાં શિખવ્યું હતું. તેમને આ કાર્ય બદલ ટેમ્પલ્ટન,રેમન મેગસેસ અને પદમવિભૂષણ વગેરે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.તેમણે ખાલી ત્તત્વચિંતક નહી પરંતુ ક્રિયાશીલ ત્તત્વચિંતક તરીકે પોતે તે વિચાર જીવનમાં ઉતારી ઉમદા કામગીરી કરી હતી.તેમણે વિશ્ર્વનાં તમામ સવાલોનાં જવાબ અનેક પ્રયોગો દ્વારા આપ્યા છે.

ગીતાનાં વિચારો થકી માનવે માનવ પાસે સ્વાર્થ વિના પ્રેમ અને વિચાર લઇને જવું પડશે.આજે જયારે માનવ પદ,પ્રતિષ્ઠા અને પૈસાથી અંજાઇ છે.પરંતુ માનવમાં દૈવી અંશ છે.બીજોએ બીજો નથી પરંતુ મારો દૈવી ભાઇબહેન છે.આ વિચાર લોકોનાં જીવનમાં સ્થિર થાય. હું નાનો નથી પરંતુ મારી જોડે જગતનો સંચાલક મારૂ જીવન ચલાવે છે.જે મારી સાથે છે.તેવા વિચારો સાથે ભાવફેરી અને ભકિતફેરી દ્વારા ગીતાનાં વિચારો લોકોનાં ઘરે જઇ અનોખી રીતે સ્વાધ્યાય પરિવાર દ્વારા જિલ્લામાં મનુષ્યદિનની અનોખીરીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારો સ્વાધ્યાય પરિવારના સભ્યો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...