તપાસ:વાપી સ્ટેશને SBIના મેનેજરનો ફોન ઝૂંટવી ચોર ચાલુ ટ્રેને ફરાર

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામથી લોકશક્તિ ટ્રેનમાં બેસી સુરત જતો હતો

ઉમરગામ એસબીઆઇ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા યુવકના હાથમાંથી વાપી સ્ટેશને ચાલુ ટ્રેને મોબાઇલ ઝૂંટવી એક ઇસમ ચાલુ ટ્રેને કૂદી પડ્યો હતો. જે અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ઉમરગામ એસબીઆઇ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા અને પાલનપુર કેનાલ પાસે સુરત ખાતે રહેતા વેન્કટેસ પ્રસાદ ત્રિમુર્તીરાવ પડાલા ઉ.વ.31 ગત મહિને શુક્રવારે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનની જનરલ કોચમાં ઓફ સાઇડના દરવાજા પાસેની સીટ ઉપર બેસી ઉમરગામથી સુરત જવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન ટ્રેન વાપી પહોંચી હતી અને સ્ટેશનથી ઉપડતા જ દરવાજા પાસે ઉભેલ એક ઇસમે અચાનકથી તેમના હાથમાં રાખેલ મોબાઇલ ઝૂંટવીને ટ્રેન સ્પીડ થતા કૂદી પડ્યો હતો. અચાનક બનાવ બનતા મેનેજર સ્તબ્ધ થઇ જતદા ચેઇન પુલીંગ કે તે ઇસમને પકડવાની કોશિશ કરી ન હતી. સેમસંગ ગેલેક્ષી ફોન કિં.રૂ.84,298 ને ખેંચનારા ઇસમ સામે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

હાલ જ બાંદ્રા-પટના એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે યુવકના ખિસ્સામાંથી પણ એક ઇસમ ફોન ચોરી નાસી છૂટ્યો હતો. જેથી રેલવે સ્ટેશને કારણ વગર રખડતા અસામાજીક તત્વો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. હાલ રેલવે પોલીસે સીસીટીવી અને બાતમીદારો મારફત વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...