ધરપકડ:દમણની શોપમાંથી 34 મોબાઇલ અને સામાન ચોરનાર ઝડપાયો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાછળના ભાગનું શટર તોડીને અંદર પ્રવેશ્યા હતા

દમણના ડાભેલની મોબાઇલ શોપમાંથી લાખોની કિંમતના મોબાઇલ અને એસેસરિઝની ચોરી કરનાર વાપીના યુવકની પોલીસે ધરપકડ કરી છે.વાપી ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા જતીનકુમાર વેદાંતની સોમનાથમાં સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં રાઇટ ચોઇસ ટેલીકોમ નામક શોપ આવેલી છે. 19મી સપ્ટેમ્બરની રાત્રિએ તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે આવ્યા હતા. રાત્રિના સુમારે કોઇ ચોર ઇસમે મોબાઇલ શોપના પાછળના ભાગનું શટર તોડીને અંદર પ્રવેશીને 34 નંગ મોબાઇલ તથા 8 એસેસરિજ જેની કિંમત 4.70 લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

આ બનાવ અંગે દુકાનના માલિક જતિન વેદાંતે નાનીદમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ ટીમની મદદથી ડાભેલના આટિયાવાડમાં રહેતો આમિર હકીક કુરેશીની મંગળવારે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ અને એક મોપેડ કબજે લીધું હતું. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 20મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...