તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાપી તાલુકા પંચાયતની 20માંથી આ 5 બેઠક BJP બિનહરીફ

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

28મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, એ પૂર્વે મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે અનેક અપસેટ જોવા મળ્યા હતા. જિલ્લાની 6 તાલુકા પંચાયત પૈકી વાપી તાલુકા પંચાયતમાં 20 બેઠકો પૈકી 5 બેઠકમાં સામા પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપે અડધી લડત તો ચૂંટણી પૂર્વે જ જીતી લીધી હતી. વાપી તાલુકા પંચાયતની 20 બેઠક માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. જે પૈકી સોમવારે ફોર્મ ચકાસણીમાં 69 માંથી 43 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.

જ્યારે વાપી તાલુકા પંચાયતની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે બલીઠા બેઠક નંબર 1 રજનીકાંત પટેલ, બલીઠા નંબર 2 સરસ્વતિબેન પટેલ, છીરી બેઠક ઉપર જગદીશ હળપતિ, લવાછા બેઠક ઉપર વાસંતીબેન પટેલ અને રાતા બેઠક ઉપર ગીતાબેન પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થતાં જ જાણે કે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પૂર્વે જ પાણીમાં બેસી ગયા હોવાનું જણાયું હતું. બીજી તરફ વાપી તાલુકા પંચાયતને કબજો કરવા માટે ભાજપે ચૂંટણી પૂર્વે જ અડધી લડત જિતી લીધી હતી જેમાં ધારાસભ્ય કનુભાઇનો સિંહ ફાળો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો