તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્યા કેળવણી:વાપીની 708 દિકરીઓ માટે અદ્યતન કન્યા વિદ્યામંદિર બનશે

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ગ્રાન્ટની મંજૂરી આપતાં જૂના બિલ્ડીંગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી

વાપીની વર્ષો જુની વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત કન્યા વિદ્યા મંદિરનું બિલ્ડીગ જર્જરિત બનતાં નવા ઓરડા માટે સરકારમાં રજૂઆત કરાઇ હતી. સરકારે 708 દિકરીઓ માટે નવા કન્યા વિદ્યામંદિર માટે 19 નવા ઓરડા બનાવાની મંજુરી આપી છે. જેથી કન્યા વિદ્યામંદિરના જુના બિલ્ડીંગને તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવાની સમસ્યા ઊભી થઇ ન હતી. વાપી શહેરની વર્ષો જુની ગણાતી વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત કન્યા વિદ્યા મંદિરમાં અત્યાર સુધીમાં અનેક દિકરીઓ ભણીને સફળતાના શિખરે પહોંચી છે.

બિલ્ડીંગ જુનુ અને જર્જરિત બનતાં આખરે રાજય સરકારમાં નવા ઓરડા માટેની દરખાસ્ત શાળા દ્વારા મોકલાવામાં આવી હતી. વાપી તાલુકા પંચાયતની ટીમે સરવે અને નિરીક્ષણ કરી સમગ્ર રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો હતો. આ વર્ષે સરકારે વાપી કન્યા વિદ્યામંદિરના 19 નવા ઓરડા બનાવાની મંજુરી આપી દીધી છે. આ મંજુરી મળતાં કન્યા શાળાના જુના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ શાળામાં કુલ 750 જેટલી દિકરીઓ અભ્યાસ કરે છે.

નવા ઓરડાથી સ્કુલ અઘત્તન બનશે. ચોમાસામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે નહિં. હાલ કન્યા વિદ્યા મંદિરના આચાર્ય મનિષાબેને જણાવ્યું હતું કે, હાલ કુમારશાળામાંથી કામચલાઉ કામગીરી કરી રહ્યા છે. 19 ઓરડા સાથે નવી શાળાની નિર્માણ થઇ રહ્યું છે. ઘણા દિવસથી જૂની શાળાને તોડવાની કામગીરી થઇ રહી છે. જે પૂર્ણ થતા શાળા કાર્યરત થશે.

પ્રા.શાળાના અનેક ઓરડાઓ જર્જરિત
વાપી કન્યા વિદ્યા મંદિર માટે સરકારે નવા ઓરડાને મંજુરી આપી છે, પરંતુ વાપી તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓના ઓરડાની હાલત અતિશય ખરાબ છે. કોપરલી પ્રાથમિક શાળામાં વિદ્યાથીઓ બેસી શકે તેવી સ્થિતિ નથી. જેથી ઓનલાઇન શિક્ષણ હોવાથી હાલ વિદ્યાર્થીઓ આવતાં ન હોવાથી નવા ઓરડા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી જોઇએ. એનઓજી કે ઔદ્યોગિક સંગઠનો આગળ આવે તે પણ જરૂરી છે. કારણ કે, વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણમાં જર્જરીત શાળામાં ભય સાથે અભ્યાસ કરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...