વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ખાદ્ય નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નવેમ્બર અને ડિસેમ્બર, 2021 એમ બે માસ દરમિયાન 95 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ચકાસણી માટે એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી 91 નમૂનાઓના લેબ ટેસ્ટિંગમાં 77 નમૂનાઓ પાસ અને 14 નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા.
નાપાસ થયેલા નમૂનાઓમાં નેનારામ ગોબરાજી માલી, નીતલ પતંજલિ સુપર સ્ટોર, ઘર નં.1387, પનેર ફળિયા, અંબાચ, પાસેથી લીધેલા સ્વાગત પ્યોર ગાયનું ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ, નારાયણલાલ સુખલાલ કુમાવત, ભેરુનાથ કરિયાણા સ્ટોર્સ, દાદરી ફળિયા, કાકડકુવા પાસેથી લીધેલો લક્ષ્મી માતાજી પીનટ બટર ચીકીનો નમૂનો મીસબ્રાન્ડેડ ફૂડ, મંગીલાલ દેવરાજ ચૌધરી, હરીઓમ સ્વીટ એન્ડ ફરસાણ, સરદાર બજાર, આહવા-ડાંગ પાસેથી લીધેલો ખજૂર પાક સ્વીટનો નમૂનો અનસેફ ફૂડ, વિજયભાઇ રાજેશભાઇ અંબાલીયા, વૃંદાવન ડેરી, બેંક ઓફ બરોડાની સામે, ચાર રસ્તા, પારડી પાસેથી લીધેલા ભેંસનું દૂધ અને પનીરના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ, હેતલબેન ગોવિંદભાઇ આહિર, ક્રિષ્ના ડેરી, દુકાન નં.૩, બસ સ્ટેશન રોડ, મીનારા મસ્જિદ સામે, ધરમપુર પાસેથી લીધેલા ભેંસના દૂધનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ, સલમાન નસરુલ્લાખાન પઠાન, દેવા ફુડ સપ્લાયર, શોપ નં.-૧, વાપી પાસેથી લીધેલા મધર ડેરી ટોન્ડ મીલ્ક પેસ્ટેરાઇઝડ હોમોજીનાઇઝડ ટોન્ડ મીલ્, ફોર્ટીફાઇડ વીથ વીટામીન એ અને ડીના 500 મીલી પેકનો નમૂનો મીસબ્રાન્ડેડ ફૂડ, કરસનભાઇ ધરનાતભાઇ છુચર, પારડી ચાર રસ્તા પાસેથી લીધેલા મીક્ષ મીલ્ક તેમજ ભેંસના દૂધના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ, ધરમપુર પાસેથી લીધોલો ચટપટ ટોમેટો ક્રેઝીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ ફૂડ, તેમજ ચટપટ ચાઇનીઝ નુડલ્સનનો નમૂનો મીસબ્રાન્ડેડ ફૂડ, કુંજલસિંગ સોલની, લાડલી રેસ્ટોરન્ટ, નંદાવલા પાસેથી લીધેલો ટોમેટો સુપનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ તેમજ જાફરાલી આઇ. મડપીયા, હોટલ સરોવર, ને.હા.નં.48, પીરુ ફળિયા, ધમડાચી પાસેથી લીધેલા સેવ ટોમેટો તેમજ ચના મસાલાના નમૂનાઓ અનસેફ ફૂડ જણાયા હતા. આ દુકાનદારો સામે એફએસએ એકટ-2006 હેઠળ કાર્યવાહી કરી 46 (4)ની નોટીસ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.