તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ રોમટીરીયલ્સ કેસ:દવાના ડુપ્લીકેટ રોમટીરિયલ્સ માટે પટાવાળાના નામે ક્લોન કંપની હતી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરાસિટામોલ બનાવવા મંગાવેલો 5 લાખ ટનના જથ્થામાં અન્ય પાવડર
  • દમણ પોલીસે કાનપુરથી 3 યુવતિ સહિત 9 આરોપીની ધરપકડ કરી

દમણના ડાભેલ સ્થિત ફાર્મા કંપનીએ પેરાસિટામોલ દવા બનાવવા માટે દિલ્હીની એક કંપની પાસેથી મંગાવેલું રોમટીરીયલ્સ ડુપ્લીકેટ હોવાનું જણાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં દમણ પોલીસે ઉત્તરપ્રદેશના કાનપુરથી ત્રણ યુવતી સહિત કુલ 9 આરોપીની ધરપકડ કરી છે. આ રેકેટ સમગ્ર દેશમાં ફેલાયેલું હોવાની આશંકા છે.

ડાભેલના આમલિયા સ્થિત સોફ્ટેક ફાર્મા કંપનીએ ગત મે માસમાં ઇન્ડિયા માર્ટ નામક સોશિયલ સાઇટ ઉપર પેરાસિટામોલ દવા બનાવવા માટે રો મટીરીયલ્સની રીક્વેસ્ટ મુકી હતી. આ સંદર્ભમાં દિલ્હીની યુરો એશિયા કેમિકલ નામક કંપનીએ દમણની ફાર્મા કંપનીનો સપર્ક કર્યો હતો. દમણની સોફ્ટેક ફાર્મા સાથે વાતચીત થયા મુજબ દિલ્હીની કંપનીએ ડિમાન્ડ મુજબ પેરાસિટામોલ દવાનો રો મટીરીયલ્સના સેમ્પલ કંપનીને મોકલયા હતા જેને લેબમાં ચેક કર્યા બાદ ઓર્ડર આપ્યો હતી.

દમણની સોફ્ટેક કંપનીએ પાંચ ટનનો જથ્થો ઓર્ડર કર્યો હતો જેમાંથી હાફ પેમેન્ટ માલની ડિલિવરી પૂર્વે જ કરી દેવાયું હતું. કંપનીમાં જ્યારે પાંચ ટનનો જથ્થો આવ્યો ત્યારે તેમાંથી કેટલાક સેમ્પલ ચેક કરાતા ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. સોફ્ટેક કંપની સંચાલકોએ માલ મોકલનાર યુરો એશિયા કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તમામ કોન્ટેક્ટ નંબરના ફોન બંધ આવતા હતા. આખરે સંચાલકોને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા દમણ પોલીસ સ્ટેશનમાં સોફ્ટેક કંપનીના મેનેજર અજીત ચંદ્રભુષણ શર્માએ દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે આઇપીસી 406, 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દમણ પોલીસે હાથ ધરેલી તપાસમાં આખું નેટવર્ક ઉત્તરપ્રદેશના કાનપુરથી ઓપરેટ થઇ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આખરે પીએસસઆઇ હિરલ પટેલના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી જેમાં કૃષ્ણવિજય ગોહિલ, મિતેશ માંગેલા, ચુનીલાલ બામણિયા, ભુષણ રાઉત, સંદિલ સિંહ, કેયુર સોલંકી અને જયદીપની ટીમ તપાસ અર્થે કાનપુરમાં રવાના કરીવામાં આવી હતી. પોલીસે કાનપુરમા઼ જઇને તપાસ કરતા કંપની સંચાલકોએ બોગસ ક્લોન કંપની ઊભી કરીને આખું રેેકેટ ચલાવી રહ્યા હતા. પોલીસે કંપની સંચાલકો, ત્રણ યુવતિ સહિત કુલ 9 આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિસ્ટ વોરંટથી દમણ લાવવામાં આવ્યા હતા.

9 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસ ટીમે વિવિધ સર્વિસ અને ગુપ્ત સૂત્રોના માધ્યમથી માહિતી મેળવી તપાસ અર્થે કાનપુર પહોંચી હતી. સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાનપુર સ્થિત સિવિલ લાઇન, કૃષ્ણ ટાવરના પાંચમા માળે આવેલી યુરો એશિયા બાયો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છાપો માર્યો હતો. પોલીસે 9 આરોપી જેમાં પ્રશાંત રાજનારાયણ શ્રીવાસ્તવ, ઓમપાલ સિંગ શ્યામચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા રહે. 536, નવીનગર, કાકાદેવ -કાનપુર, તુફૈલ ખાન મોહમદ ફારૂક ખાન રહે. નાહયા ચોક, પરેડ - કાનપુર, સત્યપ્રકાશ શ્રીશીવનાથ યાદય રહે. રતનપુર -કાનપુર, મોહમદ જેશાન રઇશ રહે. ખાપરા મોહાલ, કાન્ત -કાનપુર અને ત્રણ યુવતીની ધરપકડ કરી છે. પોલીસે શનિવારે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી 12મી જુલાઇ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

રોકડા 58 હજાર-ડોક્યુમેન્ટ કબજે લીધા
કાનપુરથી ક્લોન કંપની ઊભી કરીને દવાનો ડુપ્લીકેટ જથ્થો સપ્લાય કરનાર કંપની સંચાલકો પાસેથી પોલીસે 58 હજાર રોકડ સહિત અલગ અલગ બેંક એકાઉન્ટની 80થી વધારે ચેકબુક, મોબાઇલ ફોન, લેપટોપ, કમ્પ્યુટરનું સીપીયુ તથા અલગ અલગ સરકારી કચેરીના રબર સ્ટેમ્પ કબજે લીધા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં હજી વધુ ચોંકાવનારા ખુલાસા થઇ શકે એમ છે. પોલીસે કબજે લીધેલા મોબાઇલ ફોન લેપટોપ અને કોમ્પયુટર સીપીયુંના ડેટા જાણવા માટે આઇટી એક્ષપર્ટની મદદ લઇ રહી છે. કોમ્પયુટર અને અન્ય દસ્તાવેજમાંથી કાનુપરની આ ઠગ ટોળકીએ ક્યાં ક્યાં શહેરોમાં ઠગાઇ કરી છે તે બહાર આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...