કોરોના મહામારીની બીજી લહેર માર્ચ,એપ્રિલ અને મે માસમાં સંઘપ્રદેશ દમણમાં પ્રતિદિન 50થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા હતા. કોરોના દર્દીઓને સારવાર મળી રહે એ માટે પ્રશાસને ખાનગી હોસ્પિટલને પણ સારવાર કરવાની છૂટ આપી હતી. જોકે, પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી એકલ દોકલ કેસ આવતા માત્ર એક જ એક્ટિવ કેસ રહ્યો છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ માત્ર એક જ રહી છે.
દમણ જિલ્લામાં સોમવારે આરોગ્ય વિભાગે 79 સેમ્પલ લીધા હતા જે પૈકી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ કોવિડની સારવાર લઇ રહેલા 2 દર્દી રીકવર થતાં રજા મળતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને હવે માત્ર એક જ રહી છે. દેશમાં કોરોનાની પ્રથમ લહેર ગત વર્ષ માર્ચમાં શરૂ થઇ હતી જોકે, દમણ પ્રદેશમાં પ્રથમ કેસ 6 જુને નોંધાયો હતો જ્યારે જાન્યુઆરી 2021ના પ્રથમ સપ્તાહમાં પ્રદેશ કોરોના મુક્ત પણ બની ગયો હતો.
કોરોનાની બીજી લહેરમાંથી પણ પ્રદેશ હેમખેમ બહાર નીકળવા તરફ ગતિ કરી રહ્યું છે. સંઘપ્રદેશ દીવ સંપૂર્ણ કોરોના મુક્ત બન્યા બાદ હવે દમણ પણ એ દિશામાં ગતિ કરી રહ્યા હોવાનું જણાય છે. આરોગ્ય વિભાગ આજે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પાત્રતા યોગ્ય વ્યક્તિને કોરોના વેક્સિન પાંચ સેન્ટર ઉપરથી આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.