વાહન ચાલકોને રાહત:મુંબઇથી સુરત વચ્ચેના બગવાડા, બોરિયાચ અને ચારોટી ટોલ પ્લાઝા પર ટેક્સમાં હાલ વધારો નહિં

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2009થી કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરે નવા ટોલટેક્સના દરોની જાહેરાત કરે છે,પરંતુ આ વખતે જાહેરનામુ બહાર ન પડાયું

મુંબઇ દહિંસરથી સુરત હાઇવે સુધીના ને.હા. પર આવતાં વાપી નજીકના બગવાડા,નવસારીના બોરિયાસ,મહારાષ્ટ્રના ચારોટી અને ખાનીવડે ટોલ પ્લાઝા પર 2009થી 1 સપ્ટેમ્બરે ટોલ ટેક્સના નવા દરોની કેન્દ્ર સરકાર જાહેરાત કરે છે, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ટોલ ટેક્સ વધારવા માટે જાહેરનામુ બહાર પાડયું નથી. જેથી આ વાહન ચાલકોને હાલ તો ભાવ વધારાનો સામનો કરવો પડશે નહિ.જો કે આઇઆરબીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં પણ ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવ્યું નથી.

નેશનલ હાઇવે નં. 48 મુંબઇથી અમદાવાદ તરફ છ માર્ગીય પ્રોજેક્ટ 2009માં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે છ માર્ગીય નિર્માણ ,મેન્ટેનન્સ અને ટોલટેક્સનો કોન્ટ્રાક્ટ આઇઆરબીને સોંપવામાં આવ્યો હતો. જેમાં મુંબઇથી સુરત સુધીમાં ચારોટી,ખાનીવડી, વાપી નજીક બગવાડા અને નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. 2009થી સતત 1 સપ્ટેમ્બરે ટોલ ટેક્સના નવા દરોની કેન્દ્ર સરકાર જાહેરાત કરે છે,હાલ આઇઆરબીનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ શક્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ સંચાલન હાથમાં લઇ અન્ય એજન્સીને જવાબદારી સોંપી છે, પરંતુ આ વખતે 1 સપ્ટેમ્બરે ટોલ પ્લાઝાના નવા દરો માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી.

જેથી આ વખતે વાહન ચાલકો માટે ટોલ ટેકસમાં વધારો થવાની સંભાવના નહિવત છે. બીજી તરફ 2009થી ટોલ ટેક્સ ઉઘરાવામાં આવી રહ્યો છે. આઇઆરબીનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ પણ વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવી રહ્યો છે. ટોલ ટેક્સ કયારે લેવાનું બંધ થશે તે અંગે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી રહી નથી.

ટોલટેક્સની સામે વાહન ચાલકોએ અવાર નવાર ખાડાનો સામનો કરવો પડી રહ્યો છે
ભીલાડથી વલસાડ સુધીના નેશનલ હાઇવે પર અવર-જવર કરતાં વાહન ચાલકો ટોલ ટેક્સ આપે છે, આમ છતાં વાહન ચાલકોને હાઇવે પર પુરતી સુવિધા મળતી નથી. હાઇવે પર ઠેર-ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સુધી ફરિયાદો છતાં પણ મરામત કામગીરી ચાલુ થતી નથી. ખડકી હાઇવે પરથી તો પસાર થવું એકદમ મુશ્કેલ બની રહ્યું છે. ખડકીના સરપંચ શંકરભાઇ પટેલ પણ અનેક રજૂઆતો કરી ચુક્યાં છે.

બગવાડા ટોલનાકા પરના વર્તમાન દરો આ રહેશે

વાહન1 ફેરાની ફીવધુ ફેરા ફીમાસિક ફીપાસલોકલ ટ્રાફિકફી
મોટરકાર751102180--
હલકા વ્યાપારિક વાહનો125190382015
ટ્રક-બસ255380764025
મલ્ટી એક્શન વાહન41061512275--
નવસારીના બોરિયાચ ટોલનાકાના વર્તમાન દરો
વાહન1 ફેરાની ફીવધુ ફેરા ફીમાસિક ફીપાસલોકલ ટ્રાફિકફી
મોટરકાર65951910--
હલકા વ્યાપારિક વાહનો110165334515
ટ્રક-બસ225335669025
મલ્ટી એક્શન વાહન36054010755--

​​​​​​​

મહારાષ્ટ્રના ચારોટી ટોલ પ્લાઝાના વર્તમાન દરો
વાહન1 ફેરાનીફીવધુ ફેરાનીફીમાસિકફીપાસલોકલ ટ્રાફિકફી
મોટરકાર651001990--
હલકા વ્યાપારિક વાહનો115175348015
ટ્રક-બસ230350196025
મલ્ટી એક્શન વાહન37556011185--

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...