ચૂંટણી:વાપી પાલિકાની ચૂંટણી માટે હવે પ્રચારના 4 દિવસ જ બાકી રહ્યા

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28મીએ મતદાન, 30 નવેમ્બરે મતગણતરી થનાર છે

વાપી પાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે,કારણ કે 28 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે 48 કલાક પહેલા ચૂંટણીપ્રચાર કાર્ય બંધ કરાશે.

વાપી પાલિકાની 11 વોર્ડની કુલ 43 બેઠકો માટે 28 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે. 43 બેઠકો માચે 109 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. હવે આ ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કામાં તરફ જઇ રહી છે. 28 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવામાં આવશે. જેથી ચૂંટણી પ્રચાર માટે ચાર દિવસ બાકી છે. જેને લઇ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો તેજ કર્યા છે.કેટલાક વોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઇ મતદારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મતદારો આ વખતે કયા કયા મુદાને ધ્યાનમાં રાખીને મત આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આમ ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.

મતદાન વ્યવસ્થાની તૈયારી શરૂ કરવામાં આવી
ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી વાપી પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે પૂર્વે તંત્રએ મતદાનની વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...