તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોરીની કાર સાથે વાપીના છીરીથી યુવક ઝડપાયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી ફેરવવા લાવ્યો હોવાનું જણાવ્યું

વાપીના છીરીથી સ્વીફ્ટ કારમાં આવતા યુવકને ઉતારી ગાડીના આધાર પુરાવા માટે પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી તેણે આ ગાડી કોઇ જગ્યાથી ચોરી અથવા છળકપટથી મેળવેલા હોય અટક કરી પૂછપરછ હાથ ધરાઇ હતી.

એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન છીરી પોલીસ ચોકી પાસે આવતા છીરી દેસાઇવાડ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર આવતા તેને અટકાવી ચાલકને નીચે ઉતારીને સાધનિક કાગળો અને આર.સી.બુક માંગતા ગલ્લા તલ્લા કરી તે ઉડાવ જવાબો આપવા લાગ્યો હતો. જેથી સ્વીફ્ટ કાર નં.જીજે-01-એચએન-4437 કિં.રૂ.3,00,000 તથા એક મોબાઇલ કિં.રૂ.5000 મળી કુલ રૂ.3,05,000નો મુદ્દામાલ કબજે લઇ આરોપી હર્ષકુમાર પારસનાથસિંગ રહે.છીરી દેસાઇવાડ સનસાઇન સીટી વાપી એ આ ગાડી કોઇ જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય તેના વિરૂદ્ધ સીઆરપીસી 41(1)ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

પૂછપરછમાં આરોપીએ જણાવેલ કે, આ કાર તેના મામા માનસીંગ રહે.અમદાવાદ ઓઢવ નારાયણ બંગલો પાસેથી આશરે એક મહિના પહેલા તે ફેરવવા માટે લઇ આવ્યો હતો અને મામાએ કોઇ સાધનિક કાગળો આપ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...