તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વાપી ડુંગરાની વિધવા સાથે દમણના યુવકે દુષ્કર્મ આચર્યું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિના મોત બાદ મહિલા યુવક સાથે પ્રેમમાં હતી
  • આરોપીની ધરપકડ, જ્યુ. કસ્ટડીમાં ધકેલાયો

ડુંગરા વિસ્તારમાં રહેતી મહિલાના પતિના મોત બાદ તે દમણના એક યુવક સાથે પ્રેમમાં પડી હતી. ત્યારે શારીરિક સંબંધ બાંધી લગ્ન માટે ના પાડતા આ અંગે પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિએ થોડા વર્ષ અગાઉ કોઇ કારણવશ આપઘાત કરી લીધા બાદ મહિલા દમણના મગરવાડા વિસ્તારમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી. આ દરમિયાન બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જે બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. તે છતાં બંને શારીરિક સંબંધ બાંધતા હતા. ત્યારબાદ મહિલાએ ફરીવાર લગ્ન કરી લેવા જણાવતા યુવકે તે માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. અવાર નવાર લગ્ન માટે ના પાડતા આખરે મહિલાએ આ અંગે ડુંગરા પોલીસ મથકમાં દમણના મગરવાડા ખાતે રહેતા આશિષ નામના ઇસમ સામે દુષ્કર્મની ફરિયાદ મંગળવારે નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી આશિષ બાબુ પટેલ રહે.મગરવાડા દમણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવાના આદેશ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...