લવ જેહાદ એટલે કે ધર્મ સ્વાતંત્ર સુધારા અધિનિયમ લાગુ થયા બાદ ગુજરાતમાં વડોદરા બાદ વાપીમાં બીજો કેસ નોંધાયો હતો. પોલીસે મુસ્લિમ યુવક અને જૈન યુવતીને વાપી લાવ્યા બાદ પુછેલા અનેક પ્રશ્નોના જવાબોમાં નવા ખુલાસા થયા છે. જેમાં મુસ્લિમ યુવકે પ્રથમ પત્નીને સુહાગરાતના દિવસે જ જૈન યુવતીને ફસાવવા અંગેની જાણ કરી દીધી હતી. આ કેસમાં મુસ્લિમ યુવકની સાથે તેમની પત્નીની પણ મૂક સંમતિ હોવાનું પોલીસ માની રહી છે.
વાપીની 19 વર્ષીય જૈન યુવતીને 23 વર્ષીય વિધર્મી યુવક ઇમરાન વશી અંસારી (મુળ રહે.પશ્રિમ બંગાળ) ભગાડી જતાં પોલીસે લવ જેહાદના કેસની ગંભીરતા લઇ તપાસ હાથ ધરી હતી.મોબાઇલ લોકેશનના આધારે મધ્યપ્રદેશના ઇન્દોરથી બંનને ઇન્દોરથી પોલીસે ઝડપી પાડી વાપી લાવવામાં આવ્યા હતાં. આ કેસમાં મુસ્લિમ યુવક અને જૈન યુવતીના નિવેદનો પોલીસે લીધા હતાં.
આ કેસમાં પોલીસને મુસ્લિમ યુવકે એવુ જણાવ્યુ હતું કે પ્રથમ પત્નીને સુહાગરાતના દિવસે જૈન યુવતી અંગેની જાણ કરી દેવામાં આવી હતી. પત્નિને જાણ હોવા છતાં પણ મુસ્લિમ યુવક જૈન યુવતીને ફોસલાવી લગ્ન કરાવવા ઇન્દોર સુધી પહોંચ્યો હતો. આ કરતુતમાં પત્નિની પણ મૂક સંમતિ હોવાનું પોલીસ માની રહી છે. મુસ્લિમ યુવકે સમગ્ર હકીકતની જણા પત્નીને કરી દીધી છે તો પછી પત્નિએ વિરોધ કેમ ન કર્યો તે સવાલ પણ ઉઠી રહ્યો છે. હાલ તો પોલીસે મુસ્લિમ યુવકના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની ચર્ચા લોકોમાં પણ વધુ થઇ રહી છે.
બાળપણથી નજીક રહેતાં હોવાથી મુસ્લિમ યુવક પાસે યુવતીની માહિતી રાખતો હતો
મુસ્લિમ યુવક ઇમરાન વશી અંસારી વર્ષોથી યુવતીની નજીકમાં રહે છે. જેથી યુવતી તથા તેમના પરિવારની તમામ માહિતી તેની પાસે રહેતી હતી. નજીક રહેતા હોવાથી હોવાથી મુસ્લિમ યુવક અને યુવતી નજીક આવ્યા હતાં. વાપી ટાઉન પોલીસે જણાવ્યુ હતું કે ઇન્દોર આવ્યાં બાદ યુવતી તેમના પરિવારજનો સાથે છે. તેમની પાસેથી ચાર તાવીજ મળી આવ્યાં છે.
બે લોકો વાતચીત કરે તેવું સોફટવેર હતું
પોલીસના જણાવ્યાં મુજબ બંને પરિવારો વચ્ચે અગાઉ બબાલ થઇ હતી. જેથી બંનેના પરિવારજનોની જાણ બહાર બે લોકો વાત-ચીત કરી શકે તેવા શોફટ વેરથી વાત-ચીત કરતાં હતાં. ભાગવાના પ્લાનમાં પણ આ ચેટિંગથી વાતચીત થઇ હતી. મોબાઇલ લોકેશનના કારણે બંને ઇન્દોરથી ઝડપાયા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.