ધરપકડ:સાયલી રિસોર્ટમાં યુવક પર હુમલો, હાથ બાંધી કારમાં અપહરણ કરીને માર માર્યો

સેલવાસ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટ ચલાવી બાલદેવી માર્ગ ઉપર ફેંકી ગયા, એકની ધરપકડ​​​​​​​

દાનહના મુખ્યાલય સેલવાસના સાયલી ગામે એક રિસોર્ટમાં કારમાં આવેલા બે આરોપીએ એક યુવકને મારમારીને કારમાં અપહરણ કરીને તેમના ઢાબા ઉપર લઇ ગયા હતા. ઢાબા ઉપર માર મારીને અર્ધબેભાન અવસ્થામાં યુવકને બાલદેવી માર્ગ ઉપર છોડીને ભાગી ગયા હતા. આ કેસમાં સેલવાસ પોલીસે મારામારી અને અપહરણની ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

સેલવાસમાં રહેતા ફરિયાદી અનીલકુમાર તિવારી જેઓ નવનીત નોટબુક કંપનીમા નોકરી કરે છે. 7જુન મંગળવારના રોજ તેઓ સાયલીના કિંગ રિસોર્ટમા બેઠા હતા તે સમયે સેલવાસના ડોકમરડીમાં ઢાબો ચલાવતા લતીશ પટેલ અને વિલેશ પટેલ એમની બોલેરો કાર લઈને રિસોર્ટમાં આવ્યા હતા. રિસોર્ટમાં ઘુસી અનિલકુમારને પકડી સીધો હુમલો કરીને મારામારી કરવા લાગ્યા હતા. બાદમાં અનિલને બન્ને જણા હાથ બાંધી બલેનો કારમા ઉંચકીને અપહરણ કરી ગયા હતા.

ફરિયાદી અનિલ તિવારીને આરોપીઓ એમના ડોકમરડી ખાતે આવેલ ઢાબા પર લાવી ફરી ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં કારમાં બેસાડી બાલદેવી ગામે રસ્તા પર ફેંકી ગયા હતા. ભોગ બનનાર અનિલના ખીસ્સામાંથી મોબાઈલ અને પૈસા પણ લૂંટી લીધા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. અનીલકુમાર ગંભીર રીતે ઘાયલ થતા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં હાલમાં સારવાર લઇ રહ્યો છે.

પોલીસને આ ઘટનાની જાણ થતા ફરિયાદના આધારે આઇપીસી 365, 342, 397, 506 મુજબ ગુનો નોંધી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપી લતીશ લાલુ પટેલ રહેવાસી કરમખલ-વાપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લતીશ સાથે બીજો વિલેશ પટેલ જે હાલમા ભાગતો ફરતો હોય એને શોધવાની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...