કોરોનાવાઈરસ:દમણમાં કોરોના સંક્રમણ રોકવા ત્રણ દિવસ કંપનીના કામદારોનું સ્ક્રિનિંગ થશે

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણમાં પ્રતિદિન સરેરાશ 6 કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. 9મી જુનથી અત્યાર સુધીમાં 26 દિવસમાં 153 કેસ નોંધાયા છે. ખાસ કરીને દમણના કચીગામના આદ્યોગિક એકમમાં કામ કરતાં કામદારો વધુ સંક્રમિત થઇ રહ્યા છે.

જેને લઇને શુક્રવારે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક આદેશ બહાર પાડીને શનિ, રવિ અને સોમવારે ત્રણ દિવસ પ્રદેશ બહારના કામદારોને કંપનીમાં નોકરી ન આવવા આદેશ કરાયા છે. ત્રણ દિવસ આરોગ્ય વિભાગ દ્વારા કામદારોનું સ્ક્રિનિંગ કરી શંકાસ્પદ કામદારોને આઇસોલેટ કરી કોરોન્ટાઇન કરીને સેમ્પલ લેવામાં આવશેે. પ્રદેશ બહારનો કોઇ કામદાર મળશે તો કંપની સંચાલક સામે કાર્યવાહી કરાશે. કોરોના સંક્રમણને રોકવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. 

આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડ્રાઇવ
શ્રમ વિભાગના આદેશ મુજબ કચીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કચીગામ ચાર રસ્તાથી લઇને ચેક પોસ્ટ, ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્રિમિયમ, કાબરા, પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોડર્ન, હીલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ

અન્ય સમાચારો પણ છે...