ફરિયાદ:પતિ દારૂ પીને ધમાલ કરતા પત્નીએ 100 નંબરને કોલ કર્યો

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરા પોલીસે નશાબાઝ પતિને પકડી કાર્યવાહી હાથ ધરી

વાપીના હરિયા પાર્ક ખાતે રહેતો એક યુવક દારૂ પીને ધમાલ કરતો હોય તેની પત્નીએ 100 નંબર ઉપર કોલ કરતા ડુંગરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. નશામાં ચૂર પતિને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરા પોલીસને મંગળવારે રાત્રે વલસાડ કંટ્રોલ રૂમથી કોલ આવ્યો હતો કે, હરિયા પાર્કથી શીતલબેનએ ફોન કરી જણાવ્યું છે કે, તેમનો પતિ શીવાજી દારૂ પીને છાકટો બની જાહેરમાં લવારા કરી રહ્યો છે. જેથી ડુંગરા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી.

હરિયાપાર્કના નક્ષત્ર પેલેસ સોસાયટીમાં પહોંચતા એક ઇસમ જાહેરમાં દારૂનો નશો કરી આમ-તેમ લવારા કરતો જોવા મળ્યો હતો. તેને રોકી નામઠામ પુછતા તેણે પોતાનું નામ શીવાજી અશોક સોનવણે ઉ.વ.43 જણાવ્યું હતું. બ્રીથ એનાલાઇઝર મશીનથી ચેક કરતા તે દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછમાં શીવાજીએ જણાવેલ કે, તે સેલવાસ ખાતે આવેલ એક બારમાં બેસી દારૂનો નશો કરીને આવ્યો હતો. તેની સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...