તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લવાછામાં દંપતિના ઝેર પીવામાં પતિ બાદ પત્નીએ પણ દમ તોડ્યો

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આપઘાતનું કારણ જાણવા પોલીસ અગ્રણીથી હકીકત જાણશે

વાપી નજીક કરમખલમાં વૃદ્ધ દંપતિએ ઝેર ગટગટાવતા વૃદ્ધનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે વૃદ્ધા સારવાર માટે સેલવાસ સિવિલમાં ખસેડાઇ હતી. સોમવારે હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાએ શનિવારે દમ તોડી દેતા ડુંગરા પોલીસ હવે તેના પુત્રની સાથે સાથે ગામના 5 અગ્રણી ઓને બોલાવી આપઘાત પાછળની હકીકત જાણવા નિવેદન લેશે.

કરમખલના મેડી ફળિયામાં રહેતા 65 વર્ષીય સુરેશભાઇ ધો.પટેલ અને તેમની 60 વર્ષની પત્ની નિરૂબેને ગત સોમવારે ઘર નજીક એક વાડીમાં ઝેર ગટગટાવતા સુરેશભાઇનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે વૃદ્ધામાં જીવ હોવાથી તાત્કાલિક સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કેસમાં ડુંગરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વૃદ્ધા આઇસીયુ વિભાગમાં બેભાન હાલતમાં હોય પોલીસને આપઘાતનું કારણ જણાવે તે પહેલા શનિવારે દમ તોડી દેતા હવે ડુંગરા પોલીસ દંપતિ પુત્ર વિનોદની ઉલટતપાસ કરશે. પુત્રના નિવેદનની સાથે સાથે ગામના 5 અગ્રણીઓને પણ નિવેદન માટે બોલાવવામાં આવ્યું છે. ઘર કંકાશથી અને આપઘાત પહેલા દંપતિને માર મરાયો હોવાની માહિતી પોલીસને મળતા હવે તે દિશામાં તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...