મહાભારતમાં પાંડવો જુગારમાં હારી ગયા બાદ અનેક સ્થળોએ રોકાણ કર્યુ હતું.જેનો ઐતિહાસિક વારસો અનેક સ્થળોએ જોવા મળી રહ્યો છે,ત્યારે ગુજરાતના છેવાડાના કપરાડાથી 7 કિ.મી. અંતરે આવેલાં રોહિયાળ તલાટ ગામની કોલકનદી કિનારે પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હોવાની પેઢી દર પેઢી લોકવાયિકા છે. આ સ્થળ આજે પણ પાંડવકુંડ જોવા મળી રહ્યો છે. કાળા પથ્થરોથી સજજ પાંચ પાંડવકુડમાં બારે માસ પાણી ભરેલુ રહે છે. આજ સુધી કુંડમાં પાણી ઘટયું નથી.
ભુતકાળમાં અહીંથી બાજુના ગામોને પાણી પહોંચાડવામાં આવ્યું હતું.પાષણ યુગમાં કાળા પથ્થરમાં અગ્નિકૃત ખડકનાં 10 ફુટ વ્યાસના પાંચ નાના-મોટા કુંડો આવેલાં છે. જેને પાંડવકુંડ કહેવાય છે.મોટા કુંડની નીચે 100 ફુટ નીચે મોટો ઝરો આવ્યો છે. જેને લઇ પાંચ કુંડ બારેમાસ પાણીથી ભરાયેલુ રહે છે.વલસાડના ઇતિહાસકાર અને નિવૃત કોલેજના આચાર્ય બી.એન.જોષીએ જણાવ્યું હતું કે કપરાડામાં પાંડવકુંડએ આપણો ઐતિહાસિક વારસો છે. તેનું જતન કરી આ સ્થળને પ્રવાસન તીર્થસ્થળ તરીકે વિકસાવવો જોઇએ.અગાઉ પુરાતન વિભાગ સહિતની અનેક ટીમોએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.પરંતુ પાંડવકુંડનો ઐતિહાસિક સ્થળનો વારસો જળવાઈ રહે તેવું આયોજન કરવું જોઈએ.
પાંચેય પાંડવોના નામ સાથે કુંડોનો ઇતિહાસ જોડાયેલો છે
જયારે પાંડવો અહીથી પસાર થયા હતાં, ત્યારે આ સ્થળે સ્નાન કર્યુ હતુ. જેથી પાંડવકુંડ કહેવાય છે, ત્યારથી પેઢી દર પેઢી એવી લોકવાયકા હોવાનું કહે છે.યુધિષ્ઠિર,અર્જુન, ભીમ,સહદેવ અને નકુલ એમ પાંચેય પાંડવોના અલગ-અલગ કુંડો સ્થળ પર જોવા મળે છે. ઇતિહાસકારના મતે પ્રાચીન સમયના અવશેષો સ્થળ પર જોવા મળે છે. કાળા પથ્થરોથી કુદરતી કુંડનો પાંડવો સાથેનો ઇતિહાસ જોડાયેલો છે. શાળાના બાળકોને અને પ્રવાસીઓ પણ કુંડ જોવા માટે અહી આવે છે.પાંચેય કુંડ નો કુદરતી નજારો પણ અનોખો જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.