તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌંભાડ:દમણની RMCL કંપનીને વેટ વિભાગે 9.30 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવી

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કંપની સાથે મળીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌંભાડ બહાર આવ્યું

દમણની જાણીતી આરએમસીએલ કંપનીના માલિક પિતા - પુત્રએ સરકારને કરોડોનો ચુનો લગાડવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. દમણમાં ચેઇન સિસ્ટમથી માર્કેટિગ ચલાવતી આરએમસીએલ કંપનીના માલિક પિતા અનિલ અગ્રવાલ અને પુત્ર મિતેશ અગ્રવાલ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અગાઉ અનિલ અગ્રવાલના એક પુત્રનું નામ મુંબઇના અતિચકચારિત એવા હત્યા કેસમાં પણ ખુલ્યું હતું.

સચિન વાઝેની કાર તેમના નિવાસ સ્થાનેથી કબજે લીધી હતી. આરએમસીએલ કંપની ફરી એક વખત ચર્ચામાં આવી છે. દેશમાં નેટવર્કિગ અને ચીટફંડ નામે દેશના અનેક નાગરિકોના રૂપિયાને હજમ કરનારી રાધા માધવ કોર્પોરેશન લિમિટેડના માલિક અનિલ અને મિતેશ અગ્રવાલે સરકારને પણ કરોડો રૂપિયાનો ચુનો ચોંપડવા માટે યોજના બનાવી હતી. જોકે, દમણ પ્રશાસન અને અધિકારીની સર્તકતાના કારણે પિતા - પુત્રની આ યોજના ઉપર પાણી ફરી વળ્યું છે.

દમણ જિલ્લા પ્રશાસનના વેટ વિભાગે આરએમસીએલ કંપની સામે તપાસ હાથ ધરતા 9 કરોડ 30 લાખ જેટલી માતબર રકમની ટેક્સ ચોરી સામે આવી છે. કમિશનર ઓફ સ્ટેટ ટેક્સના પત્રના આધારે તથા તપાસના તથ્યો મુજબ મેસર્સ સાક્ષી એન્ટરપ્રાઇઝ દ્વારા ખોટી રીતે જીએસટી નંબર મેળવ્યો હતો. આ એન્ટરપ્રાઇઝની સાથે આરએમસીએલ કંપનીની સીધી સંડોવણી બહાર આવી છે. આ મામલામાં 27, 47, 670 રૂપિયાની પેનલ્ટીની સાથે ભરવા માટે આદેશ કરાયા છે. આ સાથે જ વર્ષ 2019 થી 21 સુધી રાધા માધવ કોર્પોરેશન લિમિટેડના અંદાજિત એસસમેન્ટ આધારે 9 કરોડ 30 લાખ 99 હજાર રૂપિયા જમા કરવા માટે ડિમાન્ડ નોટિસ પણ મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...