વાહનોની કતારો લાગી:વાપી-દમણ રોડ 4 કલાક સુધી બંધ રહેતા મોટા ભાગના સર્કલો પર ટ્રાફિક જામ સર્જાયો

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી.એમ.ના રોડ શોના કારણે સર્વિસ રોડ અને હાઇવે પર પણ વાહનોની કતારો લાગી

વાપી ચલા ખાતે શનિવારે વડાપ્રધાનના રોડ શોના કારણે વાપી-દમણ રોડ સતત 4 કલાક સુધી બંધ રહ્યો હતો.જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી હતી.વાપી હાઇવે અને સર્વિસ રોડ પર પણ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. દિવસભર વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો.મોદીના રોડ શો બાદ અફરાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો.

વાપી અને દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોના કારણે શનિવારે મોટા ભાગના માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. શનિવારે સાંજે પોલીસે વાપી-દમણ રોડ બંધ કરી દીધો હતો. આ માર્ગ બંધ થતાં જ વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.જેની સીધી અસર વાપી જીઆઇડીસી ચાર રસ્તા,ગુંજન ચાર રસ્તા સહિત મોટા ભાગના સર્કલો પર ટ્રાફિક જામ થયો હતો. વાપી હાઇવે અને સર્વિસ રોડ પર પણ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો.

વડાપ્રધાનનો રોડ શો પૂર્ણ થયા બાદ માર્ગો પર સૌથી વધારે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિકને હળવો કરવા પોલીસને પણ પરસેવો પડયો હતો. વડાપ્રધાનના આગમનના 2 કલાક પૂર્વે વાપી હાઇવેના વલસાડ તરફનો રોડ તેમજ બંને તરફના સર્વિસ રોડ અને દમણ રોડથી લઇ વાપી તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પરની એન્ટ્રી બંધ કરી દઇ પોલીસ ખડકી દેવામાં આવતા અનેક નોકરીયાતો અને જરૂરી કામ અર્થે નિકળેલા સંકેડો લોકો ભારે હેરાન થયા હતાં. છેવટે રાત્રે 8:10 બાદ ટ્રાફિક ખુલ્લો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...