અકસ્માત:ડુંગરામાં ભારે વરસાદમાં ટ્રકે ઇકોને ટક્કર અડફેટે લીધી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર દુર સુધી ખેંચાઇ, માતા-પુત્રનો બચાવ

વાપીના ડુંગરા ખાતે સેલવાસ રોડ ઉપર ભારે વરસાદમાં એક ટ્રકના ચાલકે ઇકોને પાછળથી ટક્કર મારી દુર સુધી ખેંચીને લઇ જતા કારમાં નુકસાન થયું હતું. જોકે તેમાં સવાર માતા-પુત્રનો આબાદ બચાવ થતા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

વાપીના લવાછા ખાતે કરમખલ ભગત ફળિયામાં રહેતા સચીન વિષ્ણુ પટેલ સોમવારે સવારે માતા લક્ષ્મીબેનને સાથે લઇ ઇકો કાર નં.જીજે15-સીએમ-2442 લઇને વાયબ્રન્ટ શાકભાજી માર્કેટમાં શાક ખરીદવા નીકળ્યા હતા.

તે દરમિયાન ડુંગરા ઝેડ.એસ.શાહ સ્કુલ સામે પહોંચતા પાછળથી આવી રહેલ ટ્રક નં.એમએચ-23-એયુ-3066ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારી લાવી ઇકોને પાછળથી અડફેટમાં લેતા તેઓ કાર સાથે દુર સુધી ખેંચાઇ ગયા હતા.

જેમાં કારની બંને બાજુ ભારે નુકસાન થતા ટ્રકના ચાલકે નુકસાની ભરવા જણાવ્યું હતું. જેથી કાર એજેન્સીમાં જતા રૂ.35,000નો ખર્ચ બતાવતા ટ્રક ચાલકે તે ભરવા ના પાડી હતી. જેથી તેની સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...