ત્રિવિધ સેવા:ભીલાડના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરને એક એકરમાં નવ કરોડના ખર્ચે વિકસાવાશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળા, હોસ્પિટલ સહિતની સુવિધાઓ લોકોને મળે તેવું આયોજન

ભીલાડના ઇન્ડિયાપાડામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરને આગામી સમયમાં 9 કરોડના ખર્ચે વિકસાવવાની યોજના તૈયાર થઇ રહી છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો તથા જરૂરિયાતમંદો માટે હોસ્પિટલ, ભોજનાલય અને ગૌશાળાનું આયોજન કરવામાં આવશે. એક એકરમાં આ તમામ પ્રોજેક્ટો ઝડપથી શરૂ થાય તે માટે કવાયત ચાલી રહી છે.

ઉમરગામ તાલુકાના ભીલાડ ઇન્ડિયાપાડા ખાતે રહેતા શિવભક્ત ગજાનંદ મહારાજના જણાવ્યા મુજબ 35 વર્ષ પહેલા તેમને શિવજીના રૂપમાં એક ઋષિ મળ્યા હતા. તેમના થકી મહારાજ વ્યસનમુક્ત બન્યા અને મંદિર નિર્માણનું કાર્ય હાથ ધર્યું હતું. એક ઝુંપડામાં થી હાલ અદ્યતન મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં દર શનિવારે અનેક લોકોને આયુર્વેદિક અને આધ્યાત્મિક રીતે પડતી તકલીફોને દૂર કરવામાં આવે છે. વધુમાં મહારાજે જણાવ્યું કે, આગામી સમયમાં એક એકર જમીનમાં લોકોના ઉપયોગ માટે સામાજીક પ્રોજેક્ટો હાથ ધરવાનું આયોજન છે. ખાસ કરીને હોસ્પિટલ, ગૌશાળા, ભોજનાલય તથા લોક ઉપયોગી પ્રોજેક્ટો આ જમીન પર કરવામાં આવશે. જે માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

શિવજીની ત્રીજી નેત્ર મંદિરમાં હોવાનો દાવો
ગજાનંદ મહારાજે એવો દાવો કર્યો છે કે, 35 વર્ષ પહેલા એક ઋષિ તેમના ઝુંપડામાં આવ્યા હતા અને ભોજન કર્યા બાદ દૂખ દૂર થઇ જશે કહી જતા રહ્યા હતા. થોડા સમય બાદ તેમને શિવજીનો ત્રીજો નેત્ર પથ્થરના રૂપમાં મળ્યો હતો. ત્યારબાદથી તેઓ શિવજીની આરાધનામાં લીન થઇ ગયા છે. જેઓને શંકા હોય તેઓ આ નેત્રની ચકાસણી કરી શકે છે તેમ મહારાજે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...