મેઘમલ્હાર:દમણ જિલ્લામાં વધુ 2 ઇંચ સાથે સિઝનનો કુલ વરસાદ 85 ઇંચ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધુબન ડેમમાંથી 1.18 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીમાં ધોડાપૂર

દમણમાં મેઘરાજા ઘણા દિવસથી મનમૂકીને વરસી રહ્યો છે જેને લઇને અત્યાર સુધીમાં 85 ઇંચ વરસાદ નોંધાય ચુક્યો છે. દમણમાં સોમવારે સવારે 8 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન 22.2 મિમી વરસાદ થયો હતો જ્યારે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસભર કાળા દિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ રહ્યો હતો. બીજી તરફ મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ થતા પાણીની આવક વધતાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

દમણગંગા નદીના મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. જ્યારે હાલમાં 78.40 મીટર સુધી ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરાયેલ છે. ડેમની કુલ પાણીની સંગ્રહ ક્ષમતા 520 MCM છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી હાલ 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર શ્રિપા આગ્રેએ દમણગંગા નદીના કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

સોમવારે બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પંથકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમના ઉપરવાસમાંથી સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું લેવલ 78.40 મીટરે સ્થિર રાખી ડેમના 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલમાં 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે.

અન્ય સમાચારો પણ છે...