હવામાન:વાપીમાં સિઝનનો કુલ વરસાદ 91 ઇંચ

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી શહેર અને તાલુકામાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ત્રણ વખત ભારે વરસાદ પડતાં સિઝનનો સરેરાશ વરસાદ હવે સદી તરફ પહોચ્યો છે. વાપી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 2266 એમ.એમ. (91 ઇંચ ) વરસાદ પડ્યો છે.

થોડા દિવસો પડી રહેલા વરસાદે હાલ વિરામ લીધો છે. વરસાદના કારણે રસ્તાઓની હાલત અતિ ખરાબ થઇ છે. આ વખતે સપ્ટેમ્બરની શરૂઆતમાં વધુ વરસાદ પડ્યો હતો. આ માસમાં વરસાદ ચાલુ રહ્યો હતો. પરંતુ ઓકટોમ્બરની શરૂઆતમાં વરસાદે લીધો છે.

જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદ બંધ થતાં ખેડૂતો ફરી ડાંગરના પાકની કામગીરીમાં જોતરાયા છે. જો કે થોડા દિવસો પહેલા ભારે વરસાદથી ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...