વરસાદનું એનાલિસીસ:અતિભારે વરસાદથી કપરાડા, ધરમપુર તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 50 ઇંચથી વધુ પહોંચ્યો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાપી-વલસાડ અડધી સદી નજીક,ઉમરગામમાં સૌથી ઓછો 35 ઇંચ

વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોઇ તેવી રીતે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે હવે કપરાડા અને ધરમપુર તાલુકાનો સિઝનનો કુલ વરસાદ 50 ઇંચથી વધુ નોંધાય ચુક્યો છે. જયારે વાપી અને વલસાડ તાલુકાનો અત્યાર સુધીનો કુલ વરસાદ અડધી સદી તરફ આગળ વધી રહ્યો છે. આ વખતે અન્ય તાલુકાની સરખામણીમાં ઉમરગામ તાલુકામા અત્યાર સુધીમાં સૌથી ઓછો 35 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાપી સહિત વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મન મુકીને વરસાદી રહ્યાં છે. જેમાં રવિવાર સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સૌથી વધુ વરસાદ ડુંગરાળ અને પહાડી વિસ્તાર કપરાડા અને ધરમપુરમાં વરસી રહ્યો છે. અવિરેતપણે વરસાદ ચાલુ રહેતા વલસાડનું ચેરાપૂંજી ગણાતા કપરાડામાં સિઝનનો કુલ વરસાદ (1301 એમ.એમ.)52 ઇંચથી વધુ પર પહોંચ્યો છે.જયારે ધરમપુર તાલુકામાં (1243 એમએમ) અત્યાર સુધીમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

જેની સામે વાપી અને વલસાડ તાલુકો પણ વરસાદમાં પાછળ ન હોઇ ત્યાં સિઝનનો કુલ વરસાદ અડધી સદી તરફ આગળ વધી રહ્યો છે. વલસાડ તાલુકામાં 43.08 (1077 એમ.એમ.)અને વાપી તાલુકામાં 41.8 ઇંચ(1045 એમ.એમ.) વરસાદ નોંધાઇ ચુક્યો છે. પારડી તાલુકામાં અત્યાર સુધીમાં 40.40 (1010 એમ.એમ.)ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. અહી 35.44 ઇંચ (886 એમ.એમ.) વરસાદ નોંધાયો છે.

શહેરો સામે જંગલ-પહાડી વિસ્તારમાં વધુ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં વાપી અને વલસાડ, પારડી શહેરની તુલનાએ કપરાડા અને ધરમપુરના જંગલ અને પહાડી વિસ્તારમાં વધુ વરસાદ વરસી રહ્યો છે. વર્ષોથી વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વધુ વરસાદ પડે છે. આ વખતે પણ જુની પેર્ટન મુજબ વરસાદ આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અન્ય તાલુકાની સરખામણીએ સૌથી વધુ કપરાડા તાલુકામાં વરસ્યો છે.

જિલ્લાનો કુલ સરેરાશ 43.06 ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 109367 એમ.એમ. એટલે કે 43.06 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડા તાલકુામાં 1301 મી.મી. (52 ઇંચ), ધરમપરુ તાલકુામાં 1243 મી.મી. (50 ઇંચ)નો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાનો છેલ્લા 25 વર્ષનો સરેરાશ વરસાદ કુલ વરસાદ 87 ઇંચ છે.

અન્ય સમાચારો પણ છે...