તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:દાનહમાં વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 124 પહોંચ્યો

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ કેસમાં એક જ કંપનીના 18 કર્મી સંક્રમિત થયા છે

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગુરૂવારે એક જ દિવસમાં 15 નવા પોઝિટિવ કેસ આવ્યા છે જેની સાથે દાનહમાં કુલ કેસની સંખ્યા 124 થઇ છે. આજના 15 કેસમાં સન ફાર્મા કંપનીના 4 કર્મચારીનો સમાવેશ થાય છે જે સાથે આ કુલ કેસમાં અત્યાર સુધીમાં દવા બનાવતી કંપની સન ફાર્મા કંપનીના 18 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી આ કંપની બંધ કરી દેવામાં આવી છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કંપનીમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવાય છે
દાદરા ખાતે આવેલા સનફાર્માના આ પ્લાન્ટમાં કોરોના માટે વપરાતી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવવામાં આવતી હતી. અહિં અન્ય પણ દવાઓ બનાવવામાં આવતી હતી. જો કે, હાલ કર્મચારીઓમાં આવેલા કોરોના રિપોર્ટને લઈને દવાના આ યુનિટને બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ફરતી પ્લાસ્ટિકની પટ્ટી મારી દઈને આવન જાવન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

કર્મચારીઓના પરિવારને ક્વોરોન્ટીન કરાયા
સનફાર્મા કંપનીના અત્યાર સુધીમાં જે 18 કર્મચારીઓમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારને પણ કોરોન્ટાઇન કરાયા છે. તંત્ર દ્વારા કર્મચારીઓના ઘરે પણ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

15 દર્દીઓઓમાં બે બાળકોનો પણ સમાવેશ
કુલ 15 પોઝિટિવ કેસમાં જેમાં 1 થી 10 વર્ષની વયના 2 બાળકો, 10થી 20 વર્ષની વયનો એક યુવાન, 20 થી 30 વર્ષની વયના 5 પુરુષો, 1 સ્ત્રી, 30 થી 40 વર્ષની વયના 4 પુરુષો છે અને 1 સ્ત્રી છે અને 1 વૃદ્ધ છે જેમની ઉંમર 40થી 60 વર્ષ છે.

7 નવા કન્ટાઇમેન્ટ ઝોન સાથે કુલ 36 થયા
ગુરૂવારે 4 કન્ટેનમેન્ટ ઝોનમાં, વેદાંત રેસિડેન્સી નારોલી, કાચિગામ રોડ પર વલ્લભકૃપા,  નરોલી, વનિતાબેનની ચાલ  નરોલી ચાર રસ્તા પાસે,  રોહિત વાસ, વાઘાછીપા ખાતે પાણીની ટાંકી સામે,અથોલાના ગલ્ફપાડા અમરનાથ મહાદેવ મંદિરની સામે વિસ્તાર, યોગ મિલનની ઇ-બિલ્ડિંગ અને દાદરા ખાતે આંદ્રા બેંકની સામે જૈન સ્ટ્રીટ, અગાઉનાદાદરામાં, નરોલીમાં, સામરવરણી, રખાલી, ખારડપાડા, ખાનવેલ, શિંદોની અને સિલવાસામાં 14 મળી 36 ઝોન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો